તા. ૧૦ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૫ શનિવાર
News of Tuesday, 5th November 2024
યુએસએ પ્રમુખપદની ચૂંટણી અંતિમ તબક્કામાં: બંને ઉમેદવારો પાસે તાજ મેળવવાની ઉજળી તકો: સટ્ટા બજાર ટ્રમ્પ ની જીતવાની ૫૭ ટકા તક જુએ છે: ચૂંટણીનો મોટાભાગનો આધાર કમલા હેરિસ ૨૦૨૦ના ટ્રમ્પના સ્ટેટને પોતાના તરફ ફેરવી શકે છે કે કેમ તેના પર નિર્ભર: ન્યુઝ ફર્સ્ટ

ઘડિયાળના કાંટા ઝડપભેર ફરી રહ્યા છે. યુએસએ પ્રમુખપદની ચૂંટણી અંતિમ તબક્કામાં છે ત્યારે બંને ઉમેદવારો પાસે તાજ મેળવવાની ઉજળી તકો છે.
સટ્ટા બજારમાં છેલ્લા ૭૨ કલાકમાં લગભગ $ ૫૦૦ મિલિયન ડોલરના સોદા સાથે, આગાહી બજારો આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પની જીતની ૫૭% તક જુએ છે, તેમ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે
બે અઠવાડિયા પહેલા, ડોનાલ્ડ ટ્રમ્પ દરેક સ્વિંગ સ્ટેટમાં આગળ હતા, અહીંના સટ્ટા માર્કેટ અનુસાર, હવે, કમલા હેરિસે તે અંતર કાપી નાખ્યુ છે અને કેટલાક મુખ્ય ક્ષેત્રોમાં આગળ પણ નીકળી ગયા છે. પરંતુ, ટ્રમ્પ પાસે હજુ પણ ચાન્સ વધુ છે.
બે મહત્વપૂર્ણ રાજ્યોમાં કમલા હેરિસ પાસે જીતવાના વધુ ચાન્સ છે જેમાં વિસ્કોન્સિન સ્ટેટ જીતવાના ૧૮% વધુ અને ગયા અઠવાડિયે મિશિગન જીતવાની તક ૨૪% વધુ જોવા મળી હતી.
હમણાં થોડા જ દિવસો પહેલા, મિશિગન સ્ટેટમાં બંને વચ્ચેની સ્પર્ધા ૫૦-૫૦ ટકા મતો સાથે ટાઈ થઈ હતી, પરંતુ આ અંતર નોંધપાત્ર રીતે વધી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પની મિશિગન જીતવાની સંભાવના છેલ્લા ૧૨ કલાકમાં ૩૦% થી વધીને ૩૮% થઈ ગઈ છે.
ગઈકાલે કમલા હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પની લીડને ઘટાડી ૫૦-૫૦ ઉપર પાછી ખેંચી લીધા પછી પેન્સિલવેનિયામ પણ કસોકસની રેસ છે.
અંતે; આ ચૂંટણીનો મોટાભાગનો આધાર કમલા હેરિસ ૨૦૨૦ના ટ્રમ્પના સ્ટેટને પોતાના તરફ ફેરવી શકે છે કે કેમ તેના પર નિર્ભર છે.
દરમિયાન, કમલા હેરિસ ચૂંટણી હારી જશે એમ માનીને કોઈએ સટ્ટાના પ્લેટફોર્મ પર લગભગ $૭ લાખ ડોલર લગાડ્યા છે તેમ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
