તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th November 2024
વિરાટ કોહલી વર્તમાન સમયમાં આવકની બાબતે દુનિયાના સૌથી આમિર ક્રિકેટર્સમાંથી એક
વિરાટ કોહલીની આવકનો મુખ્ય સ્ત્રોત ક્રિકેટ છે. ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમતા કોહલીને એક ટેસ્ટ માટે 15 લાખ, વન ડે માટે 6 અને T20 માટે 3 લાખ રૂપિયા મળે છે.

મુંબઇઃ વિરાટ કોહલી ભારતીય ટીમનું મોટું નામ છે. તે વર્તમાન સમયમાં આવકની બાબતે દુનિયાના સૌથી આમિર ક્રિકેટર્સમાંથી એક છે. આજે તેના જન્મદિવસ પર તેની આવક વિશે માહિતી મેળવીએ.
આજનો દિવસ કોહલીના ફેન્સ માટે ખાસ છે, કારણ કે આજે વિરાટ કોહલી પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કિંગ કોહલી આજે 36 વર્ષનો બની ગયો છે. તેના બર્થ ડે પર દરેક લોકો તેની ફોટો શેયર કરીને શુભકામના આપી રહ્યા છે. એવામાં તેના જન્મદિવસના ખાસ મોકા પર જાણીએ કે વિરાટ કોહલી કુલ કેટલી સંપત્તિનો માલિક છે
હકીકતમાં વિરાટ કોહલી ભારતીય ટીમનું મોટું નામ છે. તે વર્તમાન સમયમાં આવકની બાબતે દુનિયાના સૌથી આમિર ક્રિકેટર્સમાંથી એક છે. વિરાટ કોહલીને આ કારણે લોકો સેલિબ્રિટીથી પાછળ નથી માનતા. કિંગ કોહલીની સંપત્તિ લગભગ 1050 કરોડ રૂપિયા આસપાસ છે. 2024માં કિંગ કોહલીના નામે સૌથી અમીર ભારતીય ક્રિકેટરનું ટેગ હતું.
જોકે, 2024 T20 વર્લ્ડ કપમાં ભારત જીત્યા બાદ તેને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધો છે. BCCIની વાર્ષિક કોન્ટ્રાક્ટથી કોહલીને 7 કરોડ રૂપિયા મળે છે, જ્યારે IPLમાં તેમનો પગાર 15 કરોડથી વધારે છે. આ સિવાય તે બ્રાન્ડ એબેસીડરથી પણ મજબૂત કમાણી કરે છે. ક્રિકેટ સિવાય કયા-કયા થાય છે કમાઈ?
બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની વાત કરીએ તો વિરાટ Vivo, Myntra, Great Learning, Rogan, Noise, Luxor, Tootsie, Uber જેવી કંપનીઓ સાથે પણ સંકળાયેલો છે. કિંગ કોહલી પાસે મુંબઈમાં એક આલીશાન ઘર પણ છે. કોહલીના ઘરની કિંમત કુલ 34 કરોડ રૂપિયા છે. આ સિવાય NCR ના ગુરુગ્રામમાં તેની પ્રોપર્ટી અંદાજિત 100 કરોડ આસપાસ માનવામાં આવી રાઈ છે.
કોહલીએ ઘણી કંપનીઓમાં ઇન્વેસ્ટ કર્યું છે, ત્યાંથી તેને સારું રિટર્ન મળે છે. વિરાટ માન્યવર, MPL, ફિલિપ, ફાસ્ટટ્રેક, બુસ્ટ, ઓડી, MRF, હીરો, પુમા જેવી બ્રાન્ડથી પણ સારી આવક મેળવે છે, જ્યારે તેને Blue Tribe, Chisel Fitness, Nueva, Sport Convo અને Digit જેવી કંપનીઓના શેરોમાં ઇન્વેસ્ટ કર્યું છે.
વિરાટ કોહલીના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે એકથી એક મોંઘા વાહનોનો સ્ટોક છે. તેની પાસે R8 V10 Plus, R8 LMX, A8 L, Q8, Q7, RS5 અને S5 જેવી ઓડી કાર છે. આ સિવાય તેમની પાસે ફોર્ચ્યુનર, રેન્જ રોવર જેવા વાહનો પણ છે. કિંગ કોહલીનો પરિવાર
વિરાટ કોહલીએ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માથી 11 ડિસેમ્બર 2017 માં લગ્ન કર્યા હતા. કિંગ કોહલી અને અનુષ્કા ખુશીથી જીવન વિતાવે છે. આ કપલને બે બાળકો છે, જેમાં એક દીકરો અકાય અને એક દીકરી વ્યમિકા છે.
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
