<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે.

લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે.

નવી દિલ્હી :  સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું છે કે, સંસદનું શિયાળુ સત્ર આગામી 25 નવેમ્બરથી શરૂ થશે. તેમણે માહિતી આપતા જણાવ્યું કે, સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બર 2024 સુધી ચાલશે. લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે. લગભગ ત્રણ સપ્તાહના શિયાળુ સત્ર દરમિયાન, વિદેશ મંત્રી ભારત અને ચીન વચ્ચે સરહદ પેટ્રોલિંગ કરાર પર ગૃહના ફ્લોર પર નિવેદન પણ આપી શકે છે.

(6:13 PM IST)