News of Tuesday, 5th November 2024
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત : યાત્રાળુ ભરેલી બોલેરો પલટી: 15 થી 20 લોકોને ઇજા
બોલેરોના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો:બોલેરો બગદાણા તરફથી ઉના પરત ફરી રહ્યો હતો

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક દુર્ઘટનાની ઘટના બની છે, જેમાં યાત્રાળુઓ ભરેલું બોલેરો પલટી મારતા 15 થી 20 જેટલા લોકોને ઇજા પહોંચી છે. આ અકસ્માતની ઘટના રાજુલા તાલુકાના હિડોરણા ગામ નજીક બની હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી અનુસાર, બોલેરોના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. આ સમયે બોલેરો બગદાણા તરફથી ઉના પરત ફરી રહ્યો હતો. આ અકસ્માત થયો ત્યારે તરત જ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યાત્રાળુઓને નાની-મોટી ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. તેમ છતાં દુર્ઘટના બાદ લોકોનાં ટોળાં ઘટના સ્થળે એકઠા થઈ ગયાં હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાની વિગતવાર તપાસ માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં અકસ્માતમાં 15થી 20 જેટલા યાત્રાળુઓને ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને અત્યારે પોલીસે પણ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
