<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

મહારાષ્‍ટ્ર ફરવા ગયા, વળતા પિસ્‍તોલ-કાર્ટીસ લેતાં આવ્‍યા! શહેર એસઓજીએ લાલપરીના પૂલ પાસે કારમાં રાજકોટના ૪ શખ્‍સોને દબોચ્‍યા

પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ આર. જે. કામળીયા, એએસઆઇ સમીરભાઇ શેખ, ડી. બી. ખેરની ટીમની કાર્યવાહીઃ હેડકોન્‍સ. જયદિપસિંહ ચોહાણ, હેડકોન્‍સ. કિશોરભાઇ ઘૂઘલની બાતમી

રાજકોટઃ શહેર એસઓજીની ટીમે પુર્વ બાતમીને આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર લાલપરીના પૂલ પાસે રવેચી ટી સ્‍ટોલ એન્‍ડ પાન નજીક એક સ્‍વીફટ કારને આંતરી રાજકોટના ૪ શખ્‍સોને દેશી બનાવટની ૨૫ હજારની પિસ્‍તોલ, પાંચ જીવતા કાર્ટીસ સાથે પકડી લઇ કાર, મોબાઇલ ફોન પણ કબ્‍જે લીધા હતાં. એસઓજીએ ચાર શખ્‍સો  સંદિપ સુદામાભાઇ નાવાણી (ઉ.વ.૩૨-ધંધો ફ્રુટનો વેપાર, રહે. રેલનગર ભગવતી હોલવાળી શેરી, અર્પણ પાર્ક-૧), અભય ઉર્ફ લાલો ચંદુભાઇ મારૂનીયા (ઉ.વ.૩૬-ધંધો ફ્રુટનો વેપાર, રહે. ભગવતીપરા બોરીચાવાડી પાછળ ૨૫ વારીયા એકતા સોસાયટી-૨), મયુર પ્રકાશભાઇ ટોલાણી (ઉ.વ.૨૪-ધંધો ફ્રુટની લારી, રહે. રૈયા ગામ ગુરૂજીનગરના વાડીના કવાર્ટર નં. ૬૬૯,) તથા વિક્કી ઉર્ફ અજય સુરેશભાઇ વધવા (ઉ.વ.૨૫-ધંધો ફ્રુટનો વેપાર, રહે. રેલનગર ઋષીકેશ સોસાયટી-૩)ની સામે આર્મ્‍સ એક્‍ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ આર. જે. કામળીયા, એએસઆઇ સમીરભાઇ શેખ, ડી. બી. ખેર, હેડકોન્‍સ. કિશોરભાઇ ઘૂઘલ, જયદિપસિંહ ચોૈહાણ, મોૈલિકભાઇ સાવલીયા, દિગ્‍વીજયસિહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ, કોન્‍સ. વિરદેવસિંહ જાડેજા, અનોપસિંહ ઝાલા, હાર્દિકસિંહ પરમાર, અમિતભાઇ ટુંડીયા અને ડ્રા.કોન્‍સ. દિગ્‍વીજયસિંહ રહેવરે આ કામગીરી કરી હતી. ઝડપાયેલા ચારેય મિત્રો ફ્રુટનો ધંધો કરે છે. મહારાષ્‍ટ્ર ફરવા ગયા હોઇ વળતી વખતે ત્‍યાંથી શોખ ખાતર દેશી પિસ્‍તોલ અને કાર્ટીસ ખરીદી લાવ્‍યા હતાં. જો કે રાજકોટમાં પહોંચતા જ એસઓજીએ દબોચી લીધા હતાં. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(2:18 PM IST)