<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

આરટીઆઈ હેઠળ પતિ કે પત્‍નીની આવકની માહિતી મળી શકે નહીં

નવી દિલ્‍હી, તા.૪: કોઇ પણ વ્‍યકિત માહિતીનો અધિકાર કાયદા હેઠળ અરજી દાખલ કરી અધિકારીઓ પાસે પોતાના પતિકેપત્‍નીની આવકની માહિતી પ્રાપ્ત કરી શકે નહીં ટ્ટ તેમ દિલ્‍હી હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્‍યું છે. આ ચુકાદો ત્‍યારે આપવામાં આવ્‍યો જ્‍યારે એક પત્‍નીએ દાવો કર્યો હતો કે તેના ભરણ-પોષણનાં દાવા અગે યોગ્‍ય નિર્ણય લેવા માટે આ માહિતી જરૂરી છે. જાસ્‍ટિસ પુરુષંદ્ર કુમાર કૌરવે જણાવ્‍યું હતું કે ખાનગી માહિતી જ્‍યાં સુધી તે જનહિતથી જોડાયેલી ન હોય કાયદાની કલમ (૮) (૧) (જે) હેઠળ જાહેર કરવાથી છૂટ પ્રાપ્ત છે. સુપ્રીમ કોર્ટ અનુસાર કોઇ પણ વ્‍યકિતનું ઇન્‍કમ ટેક્‍સ રિટર્ન આ શ્રેણીમાં આવે છે. કોર્ટ પતિની એ અરજી પર સુનાવણી કરી રહ્યું હતું જેમાં તેને સેન્‍ટ્રલ ઇન્‍ફરમેશન કમિશનર (સીઆઈસી)ના એ આદેશને પડકારવામાં આવ્‍યો હતો જેમાં પતિની ટેક્‍સેબલ ઇન્‍કમ જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્‍યો હતો. સીઆઈસીનાં ૨૦૨૧માં પારિત આદેશ રદ કરતા હાઈકોર્ટે જણાવ્‍યું હતું કે પત્‍ની દ્વારા માંગવામાં આવેલી માહિતી અરજકર્તાની ખાનગી માહિતી હતી. જેને જાહેર કરવાનો નિર્દેશ ન આપી શકાય કારણકે તે વ્‍યાપક જનહિતનાં અપવાદ હેઠળ આવતી નથી.

(10:21 AM IST)