News of Tuesday, 5th May 2026
ભાવનગરના સિહોરમાં પવિત્ર બ્રહ્મકુંડમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર
મૃતકનું નામ વિનુભાઈ ભીખાભાઈ મકવાણા (ઉંમર વર્ષ 65) અને સિહોરના ઢસાપા વિસ્તારના રહેવાસી

ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલા પવિત્ર બ્રહ્મકુંડમાં આજે એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોએ કુંડમાં મૃતદેહ તરતો જોતા તુરંત જ નગરપાલિકા અને પોલીસ તંત્રને જાણ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધની ઓળખ થઈ છે. મૃતકનું નામ વિનુભાઈ ભીખાભાઈ મકવાણા (ઉંમર વર્ષ 65) હોવાનું સામે આવ્યું છે, જેઓ સિહોરના ઢસાપા વિસ્તારના રહેવાસી હતા. ઘટનાની જાણ થતા જ નગરસેવકો અને આસપાસના લોકો મોટી સંખ્યામાં બ્રહ્મકુંડ ખાતે ઉમટી પડ્યા હતા.
ઘટનાની જાણ થતા જ સિહોર પોલીસ અને નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી દવાખાને ખસેડ્યો છે. વૃદ્ધનું મોત અકસ્માતે ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ કારણોસર, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
(1:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
