તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
ટંકારાના છતર પાસે ભંગારના ડેલામાં આગ
બપોરે લાગેલ આગ મોડી રાત સુધીમાં કાબુમાં ન આવીઃ હાઇવે ઉપર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

તસ્વીરમાં આગના ગોટેગોટા નજરે પડે છે.(તસ્વીર : જયેશ ભટ્ટાસણા, ટંકારા)
(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા : તા.૪: ટંકારા તાલુકાના છતર ગામે રાજકોટ-મોરબી હાઇવે પર ભંગારના ડેલામાં અચાનક બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભારે અફડાતફડી મચીગઇ હતી.
છતર ગામ પાસે આવેલા ભંગારના ડેલામાં કોઈ અગમ્ય કારણોસર બપોરના ટાકણે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ભંગારના જથ્થામાં પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગ ઝડપથી પ્ર(સરી ગઈ હતી. બપોરના સમયે લાગેલ આગ રાત્રે દશ વાગ્યે પણ કાબુમાં આવી ન હતી અને આગની લપટો અને ધુમાડાના ગોટેગોટા નિકળતા હાઈવે પર જોઈ શકાતા હતા.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
