તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
સંસ્કાર રક્ષાનો અનોખો પ્રકલ્પ : ‘સુશીલતા કોર્સ’માં બોટાદની નિધિબેન સલોત પ્રથમ : 100 ગ્રામ સોનાની લગડી આપી કરાયું સન્માન
ભોગવાદની આંધી વચ્ચે યુવાધનને સાચી દિશા આપતું અભિયાન : 7 દેશોના 16,512 સ્પર્ધકો વચ્ચે યોજાયેલી વૈશ્વિક મહા-પરીક્ષાના વિજેતાઓને ઈનામોથી નવાજાયા

અમદાવાદ: આજના ભૌતિકવાદી અને ભૌતિક સુખ-સુવિધાઓ પાછળ દોડતા સમયમાં યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ અને સદાચારના મૂલ્યો સાથે જોડવા માટે શ્રી જિનગુણ સંસ્કાર વાટિકા દ્વારા ‘સુશીલતા કોર્સ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સ્તરની ઓપન બુક પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ તાજેતરમાં અમદાવાદ ખાતે અત્યંત દિવ્ય અને હર્ષોલ્લાસભર્યા માહોલમાં સંપન્ન થયો હતો.
સંસ્કાર સિંચન દ્વારા જીવન પરિવર્તનનું આંદોલન
જ્યારે ચારેતરફ મૂલ્યોનું પતન થઈ રહ્યું છે ત્યારે આ કોર્સ માત્ર એક પરીક્ષા ન રહેતા સમાજમાં માન-મર્યાદાની પુનઃ સ્થાપના કરવાનું એક જીવંત આંદોલન બની ચૂક્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે શ્રેષ્ઠ વિચારો વાંચન દ્વારા આચરણમાં આવે અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે. પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર જિનપ્રેમ વિજયજી મહારાજ (પ્રિયમ) ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ભગીરથ કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી બન્યું છે. પૂજ્યશ્રીએ સંદેશ આપ્યો હતો કે ગમે તેટલા અંધકાર વચ્ચે પણ સંસ્કારનો દીવો પ્રગટાવી શકાય છે.
વૈશ્વિક સ્તરે 16 હજારથી વધુ સ્પર્ધકોની ભાગીદારી
આ વૈશ્વિક મહા-પરીક્ષાનો વ્યાપ આશ્ચર્યજનક રહ્યો હતો, જેમાં ભારત સહિત 7 દેશો અને 296 શહેરોમાંથી કુલ 16,512 સ્પર્ધકો જોડાયા હતા. સ્પર્ધકોએ પૂજ્ય પ્રિયમ મહારાજ લિખિત ‘યુનિફોર્મ’, ‘નારી ગરિમા’, ‘નારી સુરક્ષા’, ‘લવ યુ ડૉટર’ અને ‘શીલ’ જેવા પાંચ ચિંતનાત્મક પુસ્તકોના આધારે પરીક્ષા આપી હતી.
વિજેતાઓને લાખોના ઇનામોથી નવાજાયા
530 માર્ક્સની આકરી કસોટીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બોટાદના નિધિબેન સલોતે સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ સિદ્ધિ બદલ તેમને સંસ્થા તરફથી 100 ગ્રામ સોનાનો સિક્કો (ગોલ્ડ કોઇન) એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય શ્રેષ્ઠ ગુણ મેળવનારા અનેક સ્પર્ધકોને પણ આકર્ષક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રતિનિધિ ઋષભ શાહના જણાવ્યા મુજબ, આ પ્રકારના આયોજનોથી સમાજમાં નૈતિક મૂલ્યોનું જતન થશે.
વધુ માહિતી માટે શ્રી જિનગુણ સંસ્કાર વાટિકા સંસ્થા માં ઋષભ શાહ નો, મોબાઈલ નંબર: +91 99136 10325 પર સંપર્ક કરી શકાશે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
