<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

 રાજકોટમાં સૌપ્રથમવાર સોમવારે ત્રિવિધ જૈન મેડિટેશન એન્‍ડ વેલનેસ સેન્‍ટરનું ભવ્‍ય ઉદઘાટન : આધ્‍યાત્‍મિક અને માનસિક શાંતિ માટે જૈનીઝમ પદ્ધતિથી શરૂ થશે અદભૂત મિશન જૈન મેડિટેશન : પૂ. આ.ભ. શ્રી વિજય લબ્‍ધિપ્રભ સૂરીશ્વરજીના શુભાશીષ સાથે અરવિંદભાઈ મણીયાર રિસર્ચ સેન્‍ટરના ઉપક્રમે આગામી સોમવારે હોટલ પેટ્રિયા ખાતે ઉદઘાટન સમારોહ, વર્ષના ૪૦ રવિવાર સુધી ચાલનારા વિશિષ્ટ ધ્‍યાન સેશનમાં ઓડિયો-વિઝ્‍યુઅલ માધ્‍યમથી કરાવાશે સાધના : પૂ. ક્રાંતિકારી વિચારક પ્રવચન પ્રભાવક અધ્‍યાત્‍મ ચિંતક આચાર્ય ભગવંત શ્રી વિજય જયપ્રભ સૂરીશ્વરજી મ.સા. (જે.પી.ગુરુદેવ) પૂ. મુનિરાજ શ્રી જિનશાસન વિજયજી મ.સા. અકિલાના આંગણે, જુઓ લાઈવ દ્રશ્યો અકિલાથી. : જુઓ વિડીયો 3:10 PM IST

મોટા પ્રમાણમાં ઘન કચરો ઉત્‍પન્‍ન કરતી સંસ્‍થાઓએ ફરજિયાત નોંધણી કરાવવી પડશે : Solid Waste Management Rules, ૨૦૨૬ હેઠળ BWG નોંધણી ફરજિયાતઃ મહાનગરપાલિકાની તમામ મોટી સંસ્‍થાઓને પદાધિકારીઓ અને અધિકારીઓની અપિલ : ૨૦ હજાર ચો.મી. વિસ્‍તાર, ૪૦ હજાર લિટર પાણી વપરાશ અથવા ૧૦૦ કિલો દૈનિક કચરો ઉત્‍પન્ન કરતી સંસ્‍થાઓને નિયમો લાગુ પડશેઃ પાલન નહીં થાય તો કાર્યવાહી : કેન્‍દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા શરૂ કરાયેલા સેન્‍ટ્રલાઇઝ્‍ડ ઓનલાઈન પોર્ટલ પર નોંધણીની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે. સંબંધિત તમામ સંસ્‍થાઓને https://swm.cpcb.gov.in/register પર વહેલી તકે નોંધણી પૂર્ણ કરવા રાજકોટ મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે.3:18 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST