<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

મનપા સ્‍ક્રેપ થયેલા વાહનોની કરશે હરરાજી

E-Auction પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઇચ્‍છુકોને નોંધણી કરવા તંત્રવાહકોની અપીલ

રાજકોટ, તા.૪: રાજકોટ મહાનગર પાલિકા હસ્‍તકના સ્‍ક્રેપ વાહનોનું વેચાણ પણ સરકારશ્રીની ઉક્‍ત માર્ગદર્શિકા મુજબ E-Auction દ્વારા કરવામાં આવી રહ્યુ છે. સરકારશ્રીની જોગવાઈ મુજબ E-Auctionમાં માત્ર માન્‍ય Registered Vehicle Scrapping Facility (RVSF) સાથે સંકળાયેલા પાત્ર ખરીદદારોને જ ભાગ લેવાની તક મળતી હોઇ, સ્‍ક્રેપ વાહનોના વ્‍યવસાય સાથે સંકળાયેલા સ્‍થાનિક વેપારીઓ તેમજ સંબંધિત વ્‍યવસાયિકોએ સ્‍ક્રેપ વાહનોના વેચાણની E-Auction પ્રક્રિયામાં ભાગ લેવા માટે જરૂરી નોંધણી અને આનુષાંગિક પ્રક્રિયા પૂર્ણ કરવાની રહે છે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુકલ, ડેપ્‍યુટી મેયર શ્રીમતિ દક્ષાબેન વસાણી,  સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા તથા મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા  જણાવે છે કે, સરકારની પારદર્શક અને ડિજિટલ વ્‍યવસ્‍થાનો વધુમાં વધુ લાભ સ્‍થાનિક વેપારીઓને મળે તે માટે સ્‍ક્રેપ વાહનોના વ્‍યવસાય સાથે સંકળાયેલા સ્‍થાનિક વેપારીઓએ E-Auction પ્રક્રિયામાં સક્રિયપણે બહોળી સંખ્‍યામાં જોડાવું જોઈએ. આથી સરકારી સ્‍ક્રેપ વાહનોનું વેચાણ સંપૂર્ણ પારદર્શિતા સાથે થશે તેમજ બહોળી સંખ્‍યામાં સ્‍થાનિક વેપારીઓને પણ તક પ્રાપ્‍ત થશે.

E-Auction પ્રક્રિયામાં ભાગ લેવા માટે જરૂરી નોંધણી અને આનુષાંગિક પ્રક્રિયા અંગેની વધુ માહિતી માટે વેપારીઓ રાજકોટ મહાનગરપાલિકાના સેન્‍ટ્રલ વર્કશોપ વિભાગ, ભાવનગર રોડ, રાજકોટનો સંપર્ક કરી શકે છે તેમ અંતમાં જણાવાયુ છે.

(2:51 PM IST)