<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

બાળકો સંબંધિત વાંધાજનક જાહેરાતો બદલ કેન્દ્ર સરકાર એક્શનમાં: મેટા કંપનીને ત્રણ દિવસમાં બીજી મોટી નોટિસ

બાળકો સંબંધિત વાંધાજનક જાહેરાતો બદલ કેન્દ્ર સરકાર એક્શનમાં: મેટા કંપનીને ત્રણ દિવસમાં બીજી મોટી નોટિસ

ઇન્સ્ટાગ્રામ પર પ્રસારિત થયેલી આપત્તિજનક સામગ્રી અંગે આકરા સમન્સ પાઠવી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કંપનીની સુરક્ષા સિસ્ટમ પર ઉઠાવ્યા સવાલ : વૉટ્સએપ યુઝરનેમ બાદ માર્ક ઝુકરબર્ગની મુશ્કેલીઓ વધી


નવી દિલ્હી: ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય  એ સોશિયલ મીડિયા જાયન્ટ કંપની મેટા ( વિરુદ્ધ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર બાળકો સાથે સંબંધિત અત્યંત વાંધાજનક અને આપત્તિજનક સામગ્રી  ધરાવતી કેટલીક જાહેરાતો લાઈવ થતાં સરકારે કંપનીને કાયદાકીય સમન્સ પાઠવી દીધા છે. છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી વખત છે જ્યારે માર્ક ઝુકરબર્ગની કંપનીને ભારત સરકાર તરફથી આવી ગંભીર નોટિસ ફટકારવામાં આવી હોય, જેના કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદારી અને સેન્સરશિપ નીતિઓ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે.

આ મામલાની ગંભીરતાને જોતાં કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક મેટાના ટોચના વહીવટકર્તાઓ પાસેથી લેખિત ખુલાસો માંગવાનો આદેશ આપ્યો છે. સરકારે આકરા શબ્દોમાં પૂછ્યું છે કે, બાળકોની સુરક્ષાને જોખમાવતી આવી અશ્લીલ અને વાંધાજનક જાહેરાતોને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થવા માટેની મંજૂરી આખરે કેવી રીતે મળી? આ સાથે જ મેટાની અત્યાધુનિક ઓટોમેટેડ ડિટેક્શન (શોધ અને નિવારણ) સિસ્ટમ કેમ નિષ્ફળ ગઈ, તેની સંપૂર્ણ તકનીકી સ્પષ્ટતા પણ કંપની પાસે માંગવામાં આવી છે. આ અગાઉ સરકારે વૉટ્સએપના નવા 'યુઝરનેમ ફીચર' બદલ પણ ડિજિટલ છેતરપિંડી અને ઓળખ ચોરીની આશંકા વ્યક્ત કરતી નોટિસ મોકલી હતી.

બીજી તરફ, સરકારી દબાણ અને વિવાદ વધતાની સાથે જ મેટા કંપનીએ તાત્કાલિક ધોરણે ઇન્સ્ટાગ્રામ પરથી તે તમામ વાંધાજનક જાહેરાતોને હટાવી દીધી છે. કંપનીએ સત્તાવાર નિવેદનમાં બચાવ કરતા જણાવ્યું છે કે, તેઓ બાળકો સંબંધિત વાંધાજનક સામગ્રી પ્રત્યે 'ઝીરો ટોલરન્સ' નીતિ ધરાવે છે અને આ માટે AI સહિત નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન સાથે પણ કામ કરી રહ્યા છે. જો કે, ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશના ડિજિટલ સ્પેસમાં ભારતીય નાગરિકો અને ખાસ કરીને બાળકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની ક્ષતિ કે સોદાબાજી સાંખી લેવામાં આવશે નહીં અને બેજવાબદાર પ્લેટફોર્મ્સ સામે કડક કાનૂની પગલાં ચાલુ રહેશે.

(9:33 PM IST)