<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

BSNL અને MTNL ના લાખો નિવળત્ત કર્મચારીઓને મોટો ઝટકો, ૭માં પગાર પંચ મુજબ પેન્‍શન સુધારણાની માંગ દિલ્‍હી હાઈકોર્ટે ફગાવી

સેન્‍ટ્રલ એડમિનિસ્‍ટ્રેટિવ ટ્રિબ્‍યુનલ (CAT) નો કર્મચારીઓના પક્ષનો અગાઉનો આદેશ હાઈકોર્ટે રદ કર્યો

રાજકોટ, તા., ૪ :    દિલ્‍હી હાઈકોર્ટે ૧ જુલાઈ ના રોજ એક અત્‍યંત મહત્‍વપૂર્ણ ચુકાદો આપતાં સ્‍પષ્ટ કર્યું છે કે ટેલિકોમ્‍યુનિકેશન વિભાગ (DoT) ના જે ભૂતપૂર્વ કર્મચારીઓએ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) જેવા જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) માં કાયમી ધોરણે જોડાવાનો વિકલ્‍પ પસંદ કર્યો હતો.

તેઓ સાતમા કેન્‍દ્રીય પગાર પંચ (7th CPC) ની ભલામણોના આધારે પેન્‍શન સુધારણાનો કાનૂની દાવો કરી શકે નહીં.

    જસ્‍ટિસ ઓમ પ્રકાશ શુક્‍લા અને જસ્‍ટિસ સી. હરિ શંકરની ડિવિઝન બેન્‍ચે સેન્‍ટ્રલ એડમિનિસ્‍ટ્રેટિવ ટ્રિબ્‍યુનલ (CAT) દ્વારા સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ માં આપવામાં આવેલા આદેશને બાજુ પર રાખીને DoT ની અપીલને મંજૂર રાખી છે. અગાઉ CAT એ સરકારને આદેશ આપ્‍યો હતો કે આ કર્મચારીઓના પેન્‍શનમાં સાતમા પગાર પંચ મુજબ સુધારો કરી અમલવારી કરવામાં આવે, જે ચુકાદાને હાઈકોર્ટે અમાન્‍ય ઠેરવ્‍યો છે.

 હાઈકોર્ટના ચુકાદાના મુખ્‍ય મુદ્દાઓ

૧. નિયમ ૩૭A નું પાલન- અદાલતે ઠરાવ્‍યું કે આવા કર્મચારીઓ સેન્‍ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્‍શન) રૂલ્‍સ, ૧૯૯૨ ના નિયમ ૩૭A હેઠળ સંચાલિત થાય છે, જે PSU માં જોડાનારા સરકારી કર્મચારીઓ માટેનું વિશેષ વૈધાનિક માળખું છે.

૨. સરકારી દરજ્જો સમાપ્ત- નિયમ ૩૭A મુજબ, એકવાર કોઈ કર્મચારી PSU માં જોડાવાનો વિકલ્‍પ પસંદ કરે છે, ત્‍યારથી જ તે સરકારી કર્મચારી રહેતો નથી. તેનું સરકારી પદ નાબૂદ થાય છે અને તે PSU ના સેવા નિયમો અને પગાર માળખાને આધીન બને છે.

૩. IDA પગાર શાસન- બેન્‍ચે નોંધ્‍યું કે BSNL/MTNL માં જોડાયા બાદ કર્મચારીઓ ઇન્‍ડસ્‍ટ્રિયલ ડીયરનેસ એલાઉન્‍સ (IDA) હેઠળ આવી ગયા હોવાથી તેઓ પગાર સુધારણા સમિતિ (PRC) ની ભલામણો દ્વારા સંચાલિત થાય છે, કેન્‍દ્રીય પગાર પંચ (CPC) દ્વારા નહીં.

અદાલતનું અવલોકન

   નિયમ ૩૭A કે ઉત્તરદાતાઓ દ્વારા રજૂ કરાયેલા ઓફિસ મેમોરેન્‍ડમમાંથી કોઈ પણ, IDA શાસન હેઠળના સંયુક્‍ત સેવા પેન્‍શનરોને ૭મા પગાર પંચની ભલામણો મુજબ પેન્‍શન સુધારણાનો દાવો કરવાનો કાનૂની અધિકાર આપતા નથી.

નિવૃત્ત કર્મચારીઓ અને એસોસિએશનનો

પક્ષઃ આઘાત અને આક્રોશ

    બીજી તરફ, આ ચુકાદાને પગલે BSNL અને MTNL ના લાખો નિવળત્ત કર્મચારીઓમાં ભારે આઘાત અને આક્રોશની લાગણી ફરી વળી છે. અગાઉ, અલગ-અલગ પેન્‍શનર્સ યુનિયનો અને એસોસિએશનો દ્વારા CAT માં આ કેસ દાખલ કરવામાં આવ્‍યો હતો, જ્‍યાં કર્મચારીઓની જીત થઈ હતી.

    નિવળત્ત કર્મચારીઓની મુખ્‍ય રજૂઆત છે કે, જ્‍યારે સરકારે DoT ના કર્મચારીઓને BSNL/MTNL માં મોકલ્‍યા (જોડાણ કર્યું) ત્‍યારે સ્‍પષ્ટ શરત રાખવામાં આવી હતી કે તેઓ નિવળત્ત થશે ત્‍યારે તેમનું પેન્‍શન કેન્‍દ્ર સરકાર ચૂકવશે અને પગાર પંચના તમામ લાભો પણ કેન્‍દ્રના ધોરણે જ મળવાપાત્ર રહેશે.

    પેન્‍શનર્સ યુનિયન અને એસોસિએશના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર પોતાના જ લેખિત વાયદા અને શરતોથી ફરી ગઈ છે. આ ચુકાદો કર્મચારીઓ સાથે અન્‍યાય સમાન છે. એસોસિએશને સ્‍પષ્ટ કર્યું છે કે ન્‍યાય મેળવવા માટે આગામી સમયમાં નિવળત્ત કર્મચારીઓના વિવિધ સંગઠનો સાથે મળી ચર્ચા વિચારણા કરી આગામી લડત અંગે નિર્ણય લેવામાં આવશે. 

બાબુભાઇ મેનપરા

કાર્યકારી પ્રમુખ, ભારત દુરસંચાર પેન્‍શનર્સ સંઘ,

ગુજરાત સર્કલ.  ૯૪૨૬૨૨૭૮૮૮

(11:25 AM IST)