News of Saturday, 4th July 2026
મધ્યપ્રદેશના પ્રેમી પંખીડાએ ગાંધીનગર હોટલમાં ખેલ્યો ખૂની ખેલ : પ્રેમિકાને ખોળામાં સુવડાવી ગળે છરી ફેરવી દીધી :પ્રેમીની ધરપકડ
રાજકોટથી પ્રેમી પંખીડાને એમપી પોલીસે શોધી લીધા બાદ પરત લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન પ્રેમીએ આયોજનબદ્ધ રીતે હત્યાકાંડને અંજામ આપ્યો

ગાંધીનગરના નેશનલ હાઈ-વે પર આવેલી રોયલ ફોર્ટ હોટેલમાં એમપીથી આવેલા પ્રેમી પંખીડા સંતોષ જાટવ અને રજનીની લવ સ્ટોરીનો અંત ઘણો લોહિયાળ રહ્યો છે. રાજકોટથી પ્રેમી પંખીડાને એમપી પોલીસે શોધી લીધા બાદ પરત લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન પ્રેમીએ આયોજનબદ્ધ રીતે હત્યાકાંડને અંજામ આપ્યો હતો. હવે પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને પૂછપરછ કરી છે. જેમાં ઘણા નવા ખુલાસાઓ થયા છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે, મૃતક યુવતી રજની અને આરોપી સંતોષ જાટવ મધ્યપ્રદેશના શિવપુરીના વતની હતી. તેઓ એક જ ગામના વતની હોવાથી તેમની વચ્ચે સાકરી ઓળખાણ હતી. પરંતુ તે બંને જાણતા હતા કે, તેમના પ્રેમને પરિવાર અને સમાજ સ્વીકારશે નહીં અને સાથે જીવવા પણ નહીં દે. આથી આ પ્રેમી પંખીડા વતન પહોંચે તે પહેલા આપઘાતનો પ્લાન ઘડી લીધો હતો.
ગાંધીનગર પહોંચ્યા બાદ રાત્રિ રોકાણ દરમિયાન પોલીસ અને પરિવાર સૂઈ રહ્યા હતા. ત્યારે બંનેએ પોતાના પ્લાનને અંજામ આપ્યો હતો. આ હત્યાકાંડમાં સૌથી ચૌંકાવનારી બાબત એ છે કે, આરોપી સંતોષે જ્યારે પોતાનો પ્લાન પ્રેમિકાને જણાવ્યો ત્યારે યુવતીએ તેની બેગમાંથી છરી કાઢીને પ્રેમીને આપી હતી.
જ્યારે પ્રેમિકા રજનીએ તેના પ્રેમીની હત્યા કરવાની ના કહી. તો આરોપીએ પોતે તેની પ્રેમિકાને ખોળામાં સુવાડીને મોઢુ દબાવીને તેના ગળે છરી ફેરવી દિધી હતી. જ્યારે આરોપીએ પોતે પોતાનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કરી શક્યો નહી. અડધી રાત્રિએ જ્યારે પોલીસે આરોપીના તરફડવાનો અવાજ સાંભળ્યો ત્યારે પોલીસે જોયું તો તેમની સામે ઘણું ભયજનક દ્રશ્ય હતું.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, જ્યારે બંનેને એમપી લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે તેમનું વર્તન એકદમ નોર્મલ હતું. અમને કોઈ શંકા નહોતી ગઈ. મૃતક રજનીએ છરી તેના સામાનમાં ગાડીમાં બેસતી વખતે છુપાવી લીધી હતી. આ બાબતથી પોલીસને કોઈ જાણ નહોતી.
આ ગંભીર ઘટના અંગે ચિલોડા પોલીસના પીઆઈ એસ.જે ચૌહાણે જણાવ્યુ કે, આ પ્રેમી યુગલે સમાજ અને પરિવારના ડરથી આ પગલું ભર્યું. આ ઘટનામાં યુવતીના પરિજનોએ તેના અંતિમ સંસ્કાર કર્યા. ઉપરાંત આરોપીને ગાંધીનગર સિવિલ અને પછી અમદાવાદ સિવિલમાં લાંબી સારવાર પછી બચાવી લેવાયો હતો. હવે તેના સ્વાસ્થ્યમાં સુધારો આતાની સાથે જ તેની ધરપકડ કરાઈ છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
