તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
રાજકોટમાં સૌપ્રથમવાર સોમવારે ત્રિવિધ જૈન મેડિટેશન એન્ડ વેલનેસ સેન્ટરનું ભવ્ય ઉદઘાટન : આધ્યાત્મિક અને માનસિક શાંતિ માટે જૈનીઝમ પદ્ધતિથી શરૂ થશે અદભૂત મિશન જૈન મેડિટેશન
પૂ. આ.ભ. શ્રી વિજય લબ્ધિપ્રભ સૂરીશ્વરજીના શુભાશીષ સાથે અરવિંદભાઈ મણીયાર રિસર્ચ સેન્ટરના ઉપક્રમે આગામી સોમવારે હોટલ પેટ્રિયા ખાતે ઉદઘાટન સમારોહ, વર્ષના ૪૦ રવિવાર સુધી ચાલનારા વિશિષ્ટ ધ્યાન સેશનમાં ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી કરાવાશે સાધના : પૂ. ક્રાંતિકારી વિચારક પ્રવચન પ્રભાવક અધ્યાત્મ ચિંતક આચાર્ય ભગવંત શ્રી વિજય જયપ્રભ સૂરીશ્વરજી મ.સા. (જે.પી.ગુરુદેવ) પૂ. મુનિરાજ શ્રી જિનશાસન વિજયજી મ.સા. અકિલાના આંગણે, જુઓ લાઈવ દ્રશ્યો અકિલાથી. : જુઓ વિડીયો

રાજકોટ : આજના અતિ વ્યસ્ત અને તણાવપૂર્ણ સમયમાં લોકોના જીવનમાં માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થાય તેવા ઉમદા હેતુ સાથે રાજકોટ શહેરમાં સર્વ પ્રથમ વાર એક નવતર પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં ૅત્રિવિધ જૈન મેડિટેશન એન્ડ વેલનેસ સેન્ટરૅનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પૂજ્ય આચાર્ય દેવ વિજય લબ્ધિપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબના પરમ શુભાશીષ સાથે અને અરવિંદભાઈ મણીયાર રિસર્ચ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આ અદભૂત ૅમિશન જૈન મેડિટેશનૅ પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવશે.
જૈન ધર્મના ક્રાંતિકારી વિચારક, પ્રવચન પ્રભાવક અને અગ્રણી અધ્યાત્મ ચિંતક પૂજ્ય આચાર્ય ભગવંત વિજય જયપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ (જે.પી.ગુરુદેવ) દ્વારા પ્રેરિત આ મિશન અંતર્ગત જૈનીઝમની પ્રાચીન અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સામાન્ય લોકોને સમય સમય પર ધ્યાન સાધનાના સુંદર અને પ્રાયોગિક પ્રયોગો શીખવવામાં આવશે.
સોમવારે સવારે પેટ્રિયા ખાતે યોજાશે ઉદઘાટન સમારોહ
આ અદભૂત અને નવતર વેલનેસ સેન્ટરનો ભવ્ય ઉદઘાટન સમારોહ આગામી તારીખ ૦૬/૦૭/૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૦૮.૦૦ થી ૦૯.૦૦ કલાક દરમિયાન જુના એરપોર્ટ રોડ પર આવેલા પેટ્રિયા હોટલ ખાતે રાખવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા આ ગરિમામય મહોત્સવમાં સહભાગી થવા માટે આમંત્રિત સર્વ ભાઈઓ અને બહેનોને સમયસર ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉદઘાટન બાદ રાજકોટવાસીઓ માટે નિયમિત સાધનાના દ્વાર ખુલશે, જે તેમના સર્વાંગી સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થશે.
વર્ષમાં ૪૦ રવિવાર ચાલશે વિશેષ ધ્યાન સેશન, ૧૨ મહિનાનું રજીસ્ટ્રેશન ફરજિયાત
આ મિશનની રૂપરેખા અંગે વિગતો આપતા આયોજકોએ જણાવ્યું છે કે, આ મેડિટેશન સેશનની પ્રક્રિયા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવશે. આખા વર્ષ દરમિયાન કુલ ૪૦ રવિવારે આ ખાસ સેશન્સનું આયોજન કરવામાં આવશે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ આ આધ્યાત્મિક પ્રયોગનો લાભ લઈ શકે તે માટે પ્રત્યેક રવિવારની ફી માત્ર ૧૦૦ રૂપિયા રાખવામાં આવેલી છે. જોકે, ધ્યાનની સાતત્યતા જળવાઈ રહે તે હેતુથી આ મેડિટેશન સેશનમાં ભાગ લેવા ઈચ્છતા પ્રત્યેક સાધકે પોતાનું એક સાથે આખા ૧૨ મહિનાનું એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
હળવા સંગીત અને પ્ર્રવચન સાથે એચડી શુટિંગ વિડિયોના માધ્યમથી અપાશે તાલીમ
આ વેલનેસ સેન્ટરની મુખ્ય વિશેષતા એ રહેશે કે તેમાં પૂજ્ય જે.પી.ગુરુદેવના અલગ-અલગ મહત્વના જીવનલક્ષી ટોપિક પર ઉચ્ચ ગુણવત્તાવાળા એચડી (HD) કેમેરાથી શૂટિંગ કરેલા વિશિષ્ટ વિડિયોના માધ્યમથી ધ્યાન શીખવવામાં આવશે. સેન્ટરના સંપૂર્ણ શાંત વાતાવરણમાં, હળવા અને કર્ણપ્રિય સંગીતની સુરાવલીઓ વચ્ચે પૂજ્ય ગુરુદેવના પ્રેરણાદાયી નાનકડા પ્રવચન સાથે પ્રત્યેક રવિવારે સવારના સમયે બહુ જ સરળ અને સરસ રીતે જુદા-જુદા મેડિટેશનના પ્રયોગો કરાવવામાં આવશે. આ આધુનિક ઓડિયો-વિઝ્યુઅલ પદ્ધતિ અને આધ્યાત્મિકતાના સમન્વયથી સાધકોને એક અનન્ય અને ગહન શાંતિનો અનુભવ કરાવવાનો પ્રયાસ કરાશે.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
