News of Saturday, 4th July 2026
માંગરોળ પાસેના હુસેનાબાદનો પુલ વચ્ચેથી ધોવાઇ ગયોઃ સોમનાથ- દ્વારકા હાઇવે બંધ
ધોવાયેલ પુલ પાસે જ અકસ્માત સર્જાતા એક બાઇકસ્વારનું મોત

(નરેશ ગોસ્વામી દ્વારા) માંગરોળ તા.૪: મોસમના પ્રથમ વરસાદના ત્રીજા દિવસે પણ મેઘ તાંડવ ચાલુ જ રહ્યું હતું સવારથી જ માંગરોલને ધમરોળી નાખવું હોય તેમ સૂપડા ધારે વરસાદ ચાલુ થયેલ સવાર ૬ થી સાંજના ૬ સુધી ૧૨ ઇંચ (૨૯૫) પાણી પડી જતા સમગ્ર શહેર જળબંબાકાર બની ગયુ હતુ મોટાભાગના વિસ્તારો સોસાયટી પાણી માં ગરક છે પ્રશાસન અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર ની કાર્યવાહી હાથ ધરી છે મોસમનો કુલ વરસાદ ૪૦ ઇંચને વટાવી ગયો છે (૭૩૭) ૬ વાગ્યા પછી પણ ભારે વરસાદ વરસી રહ્યો છે બંદર વિસ્તાર માં સોસાયટીમાં ધરોમાં પાણી ધૂસી ગયા હતા
હુસેનાબાદ પાસે એક ટ્રકે ૩ મોટર સાઈકલ સવાર ને હડફેટે લેતા એક નું મોત થયાનું તથા નઇમ વાવ પાસે એક પ્રૌઢ નું કૂવામાં પડી જતા મોત થયાનું સામે આવ્યુ છે બપોરના ૧૨ વાગ્યાથી ૬ વાગ્યા સુધીમાં ૨૬૫ mm. ૧૨ ઈંચ પાણી પડેલ છે ૬ થી ૮ બે કલાકમાં ૨૦૩ mm(૮) ઇંચ પડેલ જ્યારે ૮ થી ૧૦ સુધીમાં વધુ ૬૬ મીમી વરસાદ પડતા આજનો કુલ વરસાદ ૫૬૪ mm૨૨.૫૬ ઇંચ થતા મોસમ નો કુલ વરસાદ૧૦૦૪ mm(૪૦.૨૪ ઇંચ) થયો છે રાત્રે ૧૦ પછી વરસાદે વિરામ લેતા લોકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો હજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે
બપોરના ૧૨ થી ૬ સુધીમાં ૧૨ઇંચ સાંજે ૬ થી ૮ માં ૮ ઈંચ આજનો કુલ વરસાદ ૨૨.૫૬.ઇંચ મૌસમ નો કુલ વરસાદ ૪૦.૨૪ ઇંચ. માંગરોળ કેશોદ અને વેરાવળનો માર્ગ વ્યવહાર બંધ રહ્યો હતો.માંગરોળ હુશેનાબાદ પુલ પર ૪૦ ફુટ જેટલો નેશનલ હાઈવે ધોવાતા વાહનવ્યવહાર ઠપ્પ થઇ જતા સોમનાથથી દ્વારકા જતા માંગરોળ નેશનલ હાઈવે બંધ થયો, યાત્રીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
વેરાવળના યુવકનું મોત
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ ઉકત અહેવાલ મુજબ વેરાવળમાં ગરીબ નવાજ કોલોનીમાં રહેતા વાહિદ અનવરભાઇ કાદરી અને તેના ફુવા શૌકત હાસમમીયા બુખારી ગઈકાલે ભારે વરસાદ દરમિયાન પોતાના મોટરસાયકલ પર બેસીને માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામના પાટીયા પાસે આવેલ નદીના પુલ નજીકથી પસાર થઈ રહ્યા હતા.
વાહિદભાઈ મોટરસાયકલ ચલાવી રહ્યા હતા તે વખતે પૂરઝડપે આવેલા જીજે ૦૩ બીવી ૫૪૬ નંબરના ટ્રકના ચાલકે મોટરસાયકલને ઠોકર મારતા વાહિદભાઈ અને તેના ફુવા ફેંકાઈ ગયા હતા.
આ અકસ્માતમાં શૌકત હાસમમીયા બુખારીનું ગંભીર ઇજા થવાના કારણે મળત્યુ થયું હતું. અકસ્માત અંગે માંગરોળ પોલીસે વાહીદભાઈની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
