News of Saturday, 4th July 2026
સુમુલ ડેરીની ઉચ્છલ બેઠકની ચૂંટણી મુલતવી:પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ડિરેક્ટર સુનિલ ગામિતનું નિધન થતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો
ઉચ્છલ બેઠક માટે હવે 15 જુલાઈ 2026 ના રોજ મતદાન યોજાશે :સુમુલ ડેરીની કુલ 16 બેઠકોમાંથી 5 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે

તાપી જિલ્લાની સુમુલ ડેરીની ઉચ્છલ બેઠકની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.સુમુલ ડેરીના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ડિરેક્ટર સુનિલ ગામિતનું અચાનક નિધન થવાના કારણે વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
ઉચ્છલ બેઠક માટે હવે 15 જુલાઈ 2026 ના રોજ મતદાન યોજાશે. સુમુલ ડેરીની કુલ 16 બેઠકોમાંથી 5 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે.
આ આકસ્મિક ઘટના બાદ હવે બાકી રહેલી બેઠકો પર જંગ જામશે, જેમાં ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો સામસામે છે.
.
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
