તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
બાંધકામ સાઇટના સેલરના રૂમમાંથી મજૂર દંપતિના ૬૦ હજારના દાગીના ‘છૂ'
સીસીટીવી કેમેરામાં અજાણ્યાસ્ત્રી-પુરૂષ દેખાયાઃ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર ફન બ્લાસ્ટ પાસે બનાવઃ રૂમમાં દરવાજો છે પણ તાળુ નથીઃ યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૪: નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પરફન બ્લાસ્ટ પાસે આવેલી કસ્તુરી અનંતા નામની નવી બનતી હાઈરાઈઝ બિલ્ડિંગના સેલરમાં રહેતા શ્રમિક પરિવારના રૂમમાંથી અજાણ્યા તસ્કરો આશરે રૂ. ૬૦,૦૦૦ ની કિંમતના ચાંદીના દાગીના ચોરી જતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. અજાણ્યાસ્ત્રી-પુરૂષ કેમેરામાં દેખાયા હોઇ તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ બનાવમાં પોલીસે મુળ મધ્યપ્રદેશના જાંબુવાના ભાભોર ફળીયાના વતની અને હાલ કસ્તુરી અનંતાની સાઇટ પર રૂમમાં રહેતાં વરસીંગભાઇ ભીલાભાઇ ભાભોર (ઉ.વ.૪૫)ની ફરિયાદ નોંધી છે. વરસીંગભાઇ આ સાઇટ પર ટ્રેકટર ડ્રાઇવર તરીકે મજુરી કરે છે અને તેના પત્નિ રમીલાબેન તથા બે બાળકો સહિતના પરિવાર સાથે આ બિલ્ડીંગના સેલરના રૂમમાં રહે છે. તેમાં દરવાજો છે પણ તાળુ મારી શકાતું નથી. ૨૭/૬ના રોજ રાત્રે સાડા નવેક વાગ્યે પતિ-પત્નિ અને બંને બાળકો રૂમ ખુલ્લો રાખીને ધાબા પર સુવા માટે ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ વરસીંગભાઈના પત્નિ રમીલાબેન જાગીને નીચે રૂમ પર આવ્યા ત્યારે અંદરનો તમામ સામાન વેરવિખેર પડેલો હતો. તેમણે તુરંત જ ધાબા પર જઈ પતિને જગાડયા હતાં.
રૂમની અંદર તપાસ કરતા પરિવારે કબાટ કે તિજોરી ન હોવાથી એક સ્કૂલ બેગની અંદર સાચવીને રાખેલા ચાંદીના કિંમતી દાગીના ગાયબ હતા. તસ્કરો બેગમાંથી ચાંદીના બે સાંકળા, ઝુમ્મર-બુટી, ચાંદીની બે વીંટી મળી રૂા. ૬૦૦૦૦ના ૬૦૦ ગ્રામ વજનના દાગીના ચોરી ગયાનું જણાયું હતું. બિલ્ડિંગના મેનેજર દીપુભાઈન જાણ કરતાં તેમેણે સીસીટીવી ચેક કરાવતાં પંજાબી ડ્રેસપહેરીને આવેલીસ્ત્રી અને અજાણયો મધ્યમ બાંધાનો વાળી ચેક્સવાળો શર્ટ, કાળુ પેન્ટ પહેરીને આવેલો પુરૂષ જોવા મળ્યા હતાં. આ બંને તાળા વગરના રૂમમાંથી ચોરી કરીને ભાગી ગયાનું જણાતાં એએસઆઇ જે. આઇ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:18 PM IST)










