તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
હૈયે એક નામ, જય ઘનશ્યામ...કાલે વસંતભાઇ લીંબાસિયાનો જન્મદિન
કાગદડી પાસેના કન્યા ગુરૂકુલના ભૂમિદાતા પર શુભેચ્છાવર્ષા

રાજકોટઃ હૃદયના ભાવ, પરમાર્થના પ્રભાવ અને સેવાર્થી સ્વભાવથી જાણીતા સમાજ સેવા શ્રી વસંતભાઇ લીંબાસિયા પર યશસ્વી જીવનના ૬૬માં વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્છા અનરાધાર વરસી રહી છે. (જન્મ તા. પ જુલાઇ ૧૯૬૧) તેઓ મૂળ ટંકારા પાસેના કાગદડીના વતની છે. ત્યાં વર્ષો સુધી સરપંચ તરીકે સેવા આપી હતી. આવતીકાલે ૬૬માં વર્ષમાં પ્રવેશ કરશે.
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટના પૂર્વ વિદ્યાર્થી શ્રી વસંતભાઇ લીંબાસિયા, સંતોના અસીમ કૃપાપાત્ર છે. વૃંદાવન ડેરી તેમનું વ્યવસાયિક સોપાન છે. મોરબી રોડ પર નિર્માણ પામેલ કન્યા ગુરૂકુળના તેઓ ભૂમિદાતા છે. સરહદે શહીદ થતા સૈનિકોના પરિવારો અને ખેતી વિષયક કારણસર આપઘાત કરતા ખેડૂતોના પરિવારોને ઉપયોગી થવા તેમણે વૃંદાવન ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. જન્મદિન સંતોના સંગાથે ઉજવી રહ્યા છે. સંત ખીલવે વસંત...મો. ૯૯રપ૦ ૧૩ર૧પ રાજકોટ (
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
