News of Saturday, 4th July 2026
ચોમાસા 2026 ને પહોંચી વળવા તંત્ર સજ્જ: સુરતના ઓલપાડમાં NDRF દ્વારા ઇમરજન્સી મોકડ્રિલ અને આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ
પૂર અને કુદરતી આફત સમયે તાત્કાલિક રાહત-બચાવ કામગીરી માટે ગ્રામજનો અને તંત્રને આપવામાં આવી તાલીમ, NDRFની ટીમ તૈનાત

સુરત, ઓલપાડ તા.૪ : આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્ર અને NDRF દ્વારા ઓલપાડ તાલુકામાં વિશેષ ઇમરજન્સી મોકડ્રિલ અને આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂરના કારણે રસ્તા બંધ થવા, ગામો સંપર્ક વિહોણા બનવા અને લોકો ફસાવાની પરિસ્થિતિનું સિમ્યુલેશન કરી બચાવ કામગીરી દર્શાવવામાં આવી. NDRFની ટીમે હોડી દ્વારા બચાવ, ઘાયલોને પ્રાથમિક સારવાર, ડૂબતા લોકોને બચાવવા અને રાહત સામગ્રી વિતરણની ડેમો આપ્યો.
સ્થાનિક પોલીસ, ફાયર, આરોગ્ય વિભાગ, તાલુકા પંચાયત અને ગામના સરપંચોને પણ તાલીમ આપવામાં આવી. ગ્રામજનોને સલામતીના ઉપાયો અને હેલ્પલાઇન નંબરની માહિતી આપવામાં આવી.
અધિકારીઓએ જણાવ્યું કે ચોમાસા દરમિયાન કોઈપણ કટોકટીની સ્થિતિમાં સમયસર રાહત-બચાવ કાર્ય થાય અને જાન-માલનું નુકસાન ન થાય તે માટે આ મોકડ્રિલ કરવામાં આવી છે. NDRFની ટીમ ચોમાસા દરમિયાન સુરત જિલ્લામાં સ્ટેન્ડબાય રહેશે.
તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો સાવધાની રાખે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
