News of Saturday, 4th July 2026
વર્તમાન ભાવે પણ બિલ્ડરોને પ્રોપર્ટી વેચવામાં ફાંફાઃ ભાવવધારાની યુક્તિ કરી વેચાણ વધારવાનો પ્રયાસ
બિલ્ડરો પાસે વણવેચાયેલા ફલેટ્સ અને કોમર્શિયલ મિલકતનો ભરાવો જાહેર કરેલા ભાવથી ૨૫ ટકા ઓછા ભાવે પ્રોપર્ટી વેચવામાં તકલીફ

અમદાવાદ,તા.૦૪: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના બિલ્ડસે અને ડેવલપર્સ પાસે પડેલી વણવેચાયેલી મિલકતો વર્તમાન ભાવે પણ ન વેચાતી હોવાથી તેઓ ભાવ વધારો થઈ જવાને નામે તેમની ઇન્વેન્ટરી-વણવેચાયેલી મિલકતો ખરીદી લેવા માટે લોકોને લલચાવી રહ્યા છે. વાસ્તવમાં વર્તમાન ભાવે પણ તેમના રહેઠાણના ફલેટ્સ કે પછી કોમર્શિયલ પ્રોપર્ટી વેચાતી નથી. આ સંજોગોમાં ભાવ વધારા પછી તે વેચાઈ જવાની કોઈ ગુંજાયશ જ નથી. છતાં તેઓ ભાવ વધી જવાને નામે લોકોને ડરાવીને વર્તમાન ભાવે મિલકત ખરીદી લેવા લલચાવી રહ્યા છે.
સુરત અને અમદાવાદ સહિતના ગુજરાતના શહેરોના બિલ્ડરોએ અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ પછી મજૂરી ખર્ચમાં કે પછી બાંધકામ ઉદ્યોગ માટે જોઈતા કાચા માલના ભાવ વધી ગયો હોવાને નામે મિલકતના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો તો કરી દીધો છે, પરંતુ તેમને માટે અત્યારે તેમની પાસે વણવેચાયેલા કોમર્શિયલ પ્રોપર્ટી અને રહેઠાણના ફલેટો વેચવાના પણ ફાંફા જ છે. યુધ્ધની વૈશ્વિક અસરને પગલે સિમેન્ટ, સ્ટીલ સહિતના ભિલ્ડીંગ મટિરીયલ્સના ભાવમાં વધારાને પગલે ચાલુ અને નવા પ્રોજેક્ટ્સમાં ૫થી ૧૦ ટકા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ વાસ્તવિક્તા સાવ જ વિપરીત છે.
અમદાવાદના બિલ્ડરોના નવા પ્રોજેક્ટમાં બુકિગ કરાવવા જાવ તો તેઓ તેમનું બુકિગ પૂરું થઈ ગયું હોવાનો દાવો કરતાં હોય છે. પરંતુ ત્યારબાદ પણ પાંચ પાંચ વર્ષ સુધી રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી વેચાયા વિના ખાલી પડી રહે છે. તેથી તેમની પાસે કોઈ પ્રોપર્ટી લેવા જાય અને પૂરા પૈસા આપવા તૈયર થાય તો તેઓ તે પ્રોપર્ટીના ભાવમાં સીધા ૧૦થી ૨૦ ટકા સુધીનો ઘટાડો કરી દેવા તૈયાર થઈ જાય છે. આમ ભાવ વધારાની કરેલી જાહેરાત વર્તમાન ભાવે કે તેનાથી ઓછી કિમતે પણ મિલકત વેચાઈ જાય તે માટેની એક યુક્તિ જ છે.
આ ઘટાડા પછીય ઘણીવાર તેમને માટે ફલેટ કે કોમર્શિયલ પ્રોપર્ટી વેચવી મુશ્કેલ બની ગઈ છે. કારણ કે જમીન મોંથી થઈ ગઈ હોવાને નામે તથા મુંબઈ કરતાં સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટના ભાવ ઘણાં ઓછા હોવાનું જણાવીને તેઓ ભાવને ઊંચાને ઊંચા લઈ જઈ રહ્યા છે. વાસ્તવમાં જમીનના ભાવના દસ્તાવેજોની અસલ કિમત જાહેર કરવામાં આવે તો વાસ્તવિક કિમતનો અંદાજ મળી શકે છે. તેમ જ જમીનના સોદામાં મોટી રકમના બિનહિસાબી વહેવારોને નામે તેઓ મિલકત મોંઘી પડતી હોવાનો દેખાવ કરી રહ્યા છે. વર્ટિકલ ગ્રોથ થયા પછી ઓછી જમીન ઉપર વધુ ફલેટ બનતા હોવા છતાંય વર્ટિકલ બાંધકામ કરવાનો ખર્ચ વધુ આવતો હોવાને નામે તેઓ પ્રોપર્ટીના ભાવ વધારી રહ્યા છે.
મોંઘવારી વધી છે તેની ના નહિ, પરંતુ ફલેટના ભાવમાં બિલ્ડરો અને ડેવલપર્સે અસહ્ય વધારો કરી દઈને નફાખોરી કરવા માંડી છે.
મહત્વના બાંધકામ મટિરિયલ્સના ભાવમાં વધઘટ
મટિરીયલ્સ જાન્યુઆરી ૨૦૨૬ જૂન ૨૦૨૯નો
નો ભાવ ભાવમાં વધઘટ
સિમેન્ટ પીપીસી (બેગદીઠ) રૂ.૨૬૯ રૂ.૩૦૦ ૧૧.૫૧ ટકા
સિમેન્ટ ઓપીસી (બેગદીઠ) રૂ. ૨૮૪ રૂ.૩૧૫ ૧૦.૬૯ ટકા
સિમેન્ટ (ટીએમટી) રૂ.૫૮૦૦૦ રૂ.૫૫,૦૦૦ ૫.૭૧ ટકા
એસ.એસ મટિરીયલ્સ (કિલો) રૂ. ૪૨૫ રૂ.૫૭૩ ૩૪.૮૯ ટકા
પ્લમ્બીંગ (યુપીવીસી) રૂ.૮૦૩ રૂ.૧૦૨૩ ૨૭.૦૪ ટકા
એલ્યુમિનીયમ પાઈપ (કિલો) રૂ. ૩૪૧ રૂ.૪૭૨ ૩૮.૪૨ ટકા
બાંધકામ ક્ષેત્રમાં લેબરવર્ક
લેબર જાન્યુ.થી જુન
૨૦૨૬માં વધઘટ
પ્લમ્બીંગ ૭ ટકા
ફલોરીંગ ૧૨ ટકા
કલરકામ ૯ ટકા
ફેબ્રીકેશન વર્ક ૭ ટકા
આરસીસી કોન્ટ્રાક્ટર ૭થી ૮ ટકા
વોટર પ્રુફીંગ ૮થી ૯
ફાવર ૯ ટકા
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
