તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ધોધમાર વરસાદથી તારાજી : 20 કલાક બાદ પણ રસ્તાઓ જળમગ્ન, પ્રિમોન્સૂન કામગીરી સામે લોકરોષ
નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા વરસાદી પાણી, લોકોને ભારે હાલાકી, તંત્રની પૂર્વ તૈયારીઓ પર ઉઠ્યા સવાલો : જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

ગીર સોમનાથ, સુત્રાપાડા તા.૪ : ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે સુત્રાપાડા શહેર અને આજુબાજુના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ થંભ્યાના 20 કલાક બાદ પણ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.
નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ઘરવખરી સાથે બહાર નીકળવાની ફરજ પડી. રસ્તાઓ પર કમર સુધી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો. શાળા-કોલેજ અને બજારોમાં પણ અસર જોવા મળી.
ગ્રામજનોમાં તંત્રની પ્રિમોન્સૂન કામગીરીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ગટર અને નાળાઓની સફાઈ ન થવાને કારણે વરસાદી પાણીના નિકાલમાં વિલંબ થયો
સ્થાનિક તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવા માટે પંપ અને અન્ય સાધનો તૈનાત કરવામાં આવ્યા છે. NDRF અને સ્થાનિક સ્વયંસેવકો પણ મદમાં જોડાયા છે.
ગ્રામજનોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય આયોજન કરવામાં આવે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
