તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Saturday, 4th July 2026
આટકોટના પાંચવડામાં ખાટલામાં સુતેલા યુવાન પર કૂતરાનો હુમલો
વાડીમાં રાતે બે વાગ્યે બનાવઃ બંને હાથમાં બટકા ભર્યાઃ ૨૬ વર્ષના મોહનને સારવાર માટે રાજકોટ ખસેડાયાો

રાજકોટ તા. ૪: આટકોટના પાંચવડા ગામે રહેતો મોહન કિશનભાઇ બાંભણીયા (ઉ.વ.૨૬) નામનો યુવાન રાતે ગામમાં લાભુભાઇ કંટારીયાની વાડીએ સુતો હતો ત્યારે અચાનક ધસી આવેલા કૂતરાએ હુમલો કરી બંને હાથ પર બટકા ભરી લેતાં લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે દાખલ કરયો છે.
મોહન વાડીમાં રહી મજૂરી કરે છે. રાતે બે વાગ્યા આસપાસ તે વાડીએ ખાટલો ઢાળીને સુતો હતો ત્યારે અચાનક કૂતરાએ હુમલો કરી તેના બંને હાથે બટકા ભરી લીધા હતાં. તેણે દેકારો મચાવતાં બીજા લોકો ભેગા થઇ જતાં કુતરૂ ભાગી ગયું હતું. આટકોટ સારવાર અપાવી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
