News of Saturday, 4th July 2026
વાવડી ૮૦ ફુટ રોડ પર ગોૈરવે ઉદ્યોગપતિને અને પોલીસમેનને ટાંટીયા ભાંગી નાંખવા ધમકી દીધી
રોડ પર કાળા કાચવાળી થાર રાખીને ઉભો હોઇ સાઇડમાં લેવાનું કહેતાં ડખ્ખો કર્યો : તાલુકા પોલીસે હોર્ડિંગનું કામ કરતાં પુનિતનગરના શખ્સ સામે બે ગુના નોંધી ધરપકડ કરી

રાજકોટ તા. ૪: શહેરના વાવડી ૮૦ ફુટ રોડ પર એક કાળા કાચવાળી થાર ગાડીના ચાલકે દાદાગીરી આદરી હતી. ફાલ્કન પંપના માલિક ઉદ્યોગપતિ યુવાન સાથે ગાળાગાળી કરી તેમને હાથ પગ ભાંગી નાંખવાની ધમકી આપતાં પોલીસ બોલાવાતાં થાર ગાડીના ચાલકે પોલીસમેનને પણ જો મારી ગાડીમાંથી કાળા કાચ ઉતારીશ તો તારા પટ્ટા ઉતરાવી નાંખીશ, તારા પણ હાથ પગ ભાંગી નાંખીશ તેવી ધમકી આપતાં બે અલગ અલગ ગુના દાખલ કરી તેને કાયદાનું ભાન કરાવાયું હતું.
તાલુકા પોલીસે આ બારામાં કાલાવડ રોડ વોકહાર્ટ હોસ્પિટલ સામે સદ્દગુરૂ ટાવર એ-૯ ખાતે રહેતાં કરણભાઇ કમલનયનભાઇ સોજીત્રા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી ગોૈરવ ગોસ્વામી સામે ગુનો નોંધ્યો છે. આ શખ્સ સામે ફરજમાં રૂકાવટનો અન્ય એક ગુનો કોન્સ્ટેબલ નિર્મળસિંહ મહિપતસિંહ ઝાલાની ફરિયાદ પરથી પણ દાખલ કરવામાં આવ્યો છ.ે
કરણભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે વાવડીમાં ફાલ્કન પંપ નામે ફેક્ટરી છે. હું મારી ફોર્ચ્યુનર કાર જીજે૦૩એનકે-૦૪૨૩ હંકારીને વાવડી જતો હતો ત્યારે વાવડી ૮૦ ફુટ રોડ એચડીએફસી બેંક પાસે પહોંચતા એક ભાઇ તેની થાર ગાડી નં. જીજે૦૩પીએમ-૪૫૮૧ રોડ વચ્ચે રાખીને ઉભા હોઇ રોડ પર ટ્રાફિક થઇ ગયો હોઇ જેથી મેં તેન ેસાઇડમાં ગાડી લેવાનું કહેતાં મારી સાથે બોલાચાલી કરી હતી અને ગાળો દેવા માંડયો હતો. તેમજ મને કહ્યું હતું કે-તું મને ઓળખતો નથી, હું વાવડીમાં જ રહું છું, તારે દરરોજ અહિથી જ નીકૃવાનું છે ને, તારા હાથ પગ ક્યારે ભાંગી જાશે ખબર પણ નહિ પડે. આવી ધમકી અપાતાં મેં પોલીસને ૧૧૨માં જાણ કરી હતી.
માથાકુટ થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. આ દરમિયાન પોલીસ આવી જતાં મને અને થારના ચાલકને વાવડી પોલીસ ચોકીએ લઇ ગયા હતાં. જ્યાં પોલીસની પુછતાછમાં તેણે પોતાનું નામ ગોૈરવ ગોસ્વામી જણાવ્યું હતું. પોલીસે કાળા કાચ થારમાં હોઇ તે બાબતે પુછતાં તેણે પોલીસને કહેલું કે હું મારી ગાડીમાં કાળા કાચ જ રાખુ છું, કાળા કાચ તો રહેશે જ, જો કાળા કાચ ઉતાર્યા છે તો તારા પટ્ટા ઉતારતા મને વાર નહિ લાગે, તારે અહિ જ નોકરી કરવી છે ને, તારા હાથ પગ તોડી નાંખતા પણ વાર નહિ લાગે તેમ કહી જોર જોરથી ગાળો દેવા માંડયો હતો. આ દરમિાયન ચોકમાં હાજર બીજા પોલીસ સ્ટાફે આવી આ શખ્સને તાલુકા પોલીસ સ્ટેશને લઇ જઇ મારી ફરિયાદ નોંધી હતી. તેમ વધુમાં કરણભાઇએ જણાવ્યું હતું.
આ બનાવમાં કોન્સ. નિર્મળસિંહ એમ. ઝાલાએ પણ ગોૈરવ ગોસ્વામી સામે અલગથી ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરાવી છે. નિર્મળસિંહ ૧૧૨માં ઇન્ચાર્જ હોઇ કરણભાઇની સાથે માથાકુટનો કોલ કન્ટ્રોલ રૂમથી મળતાં પોતે ત્યાં જતાં થાર કારના ચાલકને સાઇડમાં ગાડી લેવાનું કહેતાં તેણે પટ્ટા ઉતરાવી નાખવાની ધમી આપી ગાડીમાં કાળા કાચ રહેશે જ તેમ કહી ગાળો દઇ ધમકી આપી હતી. આ દરમિયાન એએસઆઇ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયસુખભાઇ વાઘેલા સહિતે ગોૈરવને પકડી પોલીસ સ્ટેશને લઇ જઇ કાર્યવાહી કરી હતી. પીએસઆઇ એસ. પી. ચોૈહાણ અને હેડકોન્સ. કિશનભાઇ અજાગીયાએ ગુના દાખલ કર્યા બાદ એએસઆઇ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગોૈરવ પંકજગીરી ગોસ્વામી (રહે. પુનિતનગર વાવડી)ની ધરપકડ કરી છે. પોલીસ પુછતાછમાં ખુલ્યા મુજબ આ શખ્સ હોર્ડિંગનું કામ કરે છે. તેણે પોલીસને કહ્યું હતું કે પોતે ગાડી લઇને ઉભો હતો ત્યારે કારચાલકે બેફામ હોર્ન વગાડતાં આ માથાકુટ થઇ હતી.
(2:19 PM IST)










