<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

જામનગરમાં ખેતીવાડી વિસ્‍તારમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરતા હત્‍યા

જામનગર એરફોર્સ રોડ ખેતીવાડી નજીક મહાકાલી ચોક પાસે કરણ વધેલા નામના યુવાન ઉપર છરી વડે હુમલો કરતા સારવાર દરમિયાન મળત્‍યુ થતા પોલીસ ઘટના સ્‍થળે અને હોસ્‍પિટલ પહોંચી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.( તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪ :ઈન્‍દીરા કોલોનીમાં રોહિદાસ ચોકમાં રહેતા જેન્‍તીભાઈ ટપુભાઈ વાઘેલાએ સીટી ભસીભ ડિવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-૭-ર૦ર૬ ના રોજ ફરીયાદી જેન્‍તીભાઈના ઘર પાસે ફરીયાદી જેન્‍તીભાઈનો દિકરો કરણ ઘરેથી છાસ લેવા માટે દુકાને જતો હતો ત્‍યારે આ કામના આરોપી જીણ સુરેશભાઈ વરણ અને તેની સાથેના અજાણ્‍યા માણસોએ કોઈપણ કારણોસર કરણ ની સાથ રકઝક કરી આરોપી જીણા એ એકદમ ઉશ્‍કેરાઈ જઈ છરીના આડેધડ ઘા મારી મોત નિપજાવી ગુનો કરેલ છે.

જોકે હુમલાખોરીની ઓળખ, હુમલાનો ચોકકસ કારણ અને સમગ્ર ઘટના ક્રમ અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. પોલીસે હુમલા ખોરોને ઝડપવા અલગ અલગ ટીમો બનાવી ઘટના સ્‍થળની આસપાસના વિસ્‍તારના શાક્ષીઓના નિવેદનો અને સી.સી. ટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

મજુરનું  મોત

જામનગર :જામનગર જિલ્લાના બેડ ગામે નંદનિકેતન ટાઉનશીપની બાજુમાં સીમ વિસ્‍તારમા આવેલ રાજેશ્‍વરી બા ઝાલાના રહેણાક મકાનમાં ભાડેથી રહેતા સુરેન્‍દ્ર ચંદ્રશેખર યાદવ, ઉ.વ.૩ર એ મેઘપર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર-૭-ર૦ર૬ ના મરણજનાર અવધેસ રામસુરત યાદવ, ઉ.વ.પર વાળા ખાનગી કંપનીમા એરોમેટિક એરીયામાં પોતાના કામ ઉપર કડીયાકામ અર્થે ગયેલ હોય તે દરમ્‍યાન અચાનક ઉલ્‍ટી આવતા તેમજ ચકકર આવતા નજીકના ખાનગી કંપનીના હોસ્‍પિટલમાં સારવારમાં લઈ જતા ત્‍યાં સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.

દારૂના ચપટા સાથે ઝડપાયો

જામનગર :ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ.રાજેશભાઈ કાથળભા મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-૭-ર૦ર૬ ના ડાંગરા ગામ, આરોપી કિરણસિંહ ઉર્ફે કરણસિંહ જામભા જાડેજા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂના ચપટા નંગ-૮, કિમંત રૂ.૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

લોખંડનું પીંજરૂ હટાવવાનું કહેતા માર માર્યો

જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં રાકેશભાઈ આનંદભાઈ ગુરૂ, ઉ.વ.ર૯, રે. વિશાલ હોટલ ચેમ્‍બર કોલોની, રાધેકિષ્‍ન મંદિરની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-૭-ર૦ર૬ ના ફરીયાદી રાકેશભાઈ ના ઘરની બાજુમાં આરોપી ઈમરાન ચના એ લોખંડનું પિંજરૂ રાખેલ હોય જે ફરીયાદી રાકેશભાઈના મકાન બનાવતા હોય તેઓને નડતુ હોય જેથી ફરીયાદી રાકેશભાઈએ આરોપી ઈમરાન ચનાને કહેલ કે પિજરૂ નહી હટાવું તેમ કહી ફરીયાદી રાકેશભાઈને ગાળો આપતા ફરીયાદી રાકેશભાઈએ ગાળો આપવાની ના પાડતા ફરીયાદી રાકેશભાઈને ઝાપટ મારેલ તથા આરોપી અક્રમ ચના, સીદીક ચના એ સાથે મળી ફરીયાદી રાકેશભાઈને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને આરોપી ઈમરાન ચના તથા સીદીક ચના એ ફરીયાદી રાકેશભાઈને પકડેલ અને આરોપી અક્રમ એ ફરીયાદી રાકેશભાઈને માથાના પાછળના ભાગે ઈંટ મારી દઈ લોહી નીકળતી ઈજા કરી ત્રણેય સાથે મળી ફરીયાદી ઈમરાન ને ગાળો આપી શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જુગાર રમતા ત્રણ ઝડપાયા

જામનગર :અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. નિલેશભા વજુભાઈ ઠાકરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-૭-ર૦ર૬ ના હાલાર હાઉસની બાજુમાં આરોગ્‍ય કેન્‍દ્રની પાછળની બાજુમાં આરોપીઓ મહેબુબ કાસમભાઈ વારીયા, ફિરોજભાઈ ઓસમાણભાઈ સિપાઈ, યાકુબભાઈ મહમદભાઈ દરજાદા એ ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૩૬ર૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સરલાબેન આવાસમાં જુગાર રમતી છ મહિલા ઝડપાઈ

જામનગર :અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ નટુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-૭-ર૦ર૬ ના શરૂ સેકશન રોડ, સરલાબેન ત્રિવેદી ભવન આવાસ વિંગ-એ-ર ના પાર્કિંગમાં આરોપીઓ ઈલાબા સહદેવસિંહ નાનુભા ચુડાસમા, આશાબેન કેશુભાઈ જેસાભાઈ મોઢવાડીયા, આનંદબા રાજેન્‍દ્રસિંહ  જોરૂભા ઝાલા, સતીબેન હરીશભાઈ આલાભાઈ ચાવડા, હીનાબા બલવીરસિંહ દિલીપસિંહ ગોહીલ, આરાઘ્‍યાબા દિલીપસિંહ ઝાલા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા ર૭,૮૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂના ચપલા સાથે ઝડપાયો : એક ફરાર

જામનગર :પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ભયપાલસિંહ સહદેવસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-૭-ર૦ર૬ ના ખંભાલીડા ગામ જતા રોડ ઉપર ખારા વિસ્‍તાર પાસે આરોપી વિશ્‍વરાજસિંહ અશોકસિંહ જાડેજા એ ગેરકાયદેસર પાસ વગર ભારતીય બનાવટની ઈગ્‍લીશ દારૂના ચપલા નંગ-૩૦, કિંમત રૂ.૩૦૦૦/- નો ઝડપાઈ ગયેલ છે તથા આરોપી મો.નં.૯પ૮૬૮૩૧૯ર૬ વાળો ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂના ચપલા સાથે ઝડપાયો

જામનગર :ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સંજયભાઈ કમાભાઈ સોલંકી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-૭-ર૦ર૬ ના હાડાટોડા ગામ આરોપી વિજયસિંહ ઉર્ફે પીન્‍ટુભા ગુણવંતસિંહ જાડેજા એ પોતાના કબ્‍જા ભોગવટાની વાડીમાં ગેરકાયદેસર પાસ વગર ભારતીય બનાવટની ઈગ્‍લીશ દારૂના ચપલા નંગ-૬૮, કિંમત રૂ.૬૮૦૦/- નો ઝડપાઈ ગયેલ છે

છરી વડે હૂમલો કર્યો

જામનગર :અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં રાજભા જબ્‍બરસિંહ રાઠોડ, ઉ.વ.ર૧, રે. હર્ષદમીલની ચાલી, પ્રણામી ટાઉનશીપ ૩ શેરી નં.૧ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  તા.૩-૭-ર૦ર૬ ના ફરીયાદી રાજભાના મીત્ર કૃણાલ મદનલાલ કોકડે વાળાને આરોપી રામજી બીગુ શાહ સાથે ઝઘડો ચાલતો હોય ત્‍યારે ફરીયાદી રાજભા સમજાવવા જતા આરોપી રામજી તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ ઉશ્‍કેરાઈ જઈ એકસંપ કરી ફરીયાદી રાજભા ને ગાળો આપી આરોપી રામજીએ ફરીયાદી રાજભાને છરી વડે ડાબા હાથના કાંડામા ઈજા કરી ત્રણ ટાંકા તથા ડાબા પડખામા બગલમા ઈજા કરી ત્રણ ટાકા તથા ડાબા ગાલ પર ઈજા તથા બીજા અજાણ્‍યા ઈસમોએ શરીરે ઢીકાપાટુનો માર મારી મુઢ ઈજા કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(12:49 PM IST)