<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

જગતનો તાત ખુશખુશાલ લોકોના મોઢા હરખાણા લાપશીના આંધણ અને ભજીયાના તાવળા મુકાયા

મોટી પાનેલી પંથકમાં મેઘરાજાની મહેર પાંચ ઇંચ વરસાદ ફૂલઝર ડેમમાં બાર ફૂટ પાણીની આવક

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી તા.૪:  ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પંથકમાં મેઘરાજા એ જોરદાર મહેર વરસાવતા આજે સવારથી સાંજ સુધીમાં પાંચ ઇંચ વરસાદ વરસિયો હતો ગઈકાલે પોણો ઇંચ પાણી પડતા ખેડૂતોના મોઢે ખુશી જોવા મળેલ જે આજે સવારે અગ્‍યાર વાગ્‍યાં થી મેઘો મંડાયો જે સાંજે પાંચ વાગ્‍યાં સુધી અવિરત ચાલુ રહેતા પાંચ ઇંચ વરસાદ પાડી ગયેલ ઉપરવાસ ના ગામો માં પણ જોરદાર વરસાદ વરસતા સાતવડી નદીમાં જોરદાર પૂર આવ્‍યું હતું કે પાણી પાનેલી ફુલજર ડેમમાં આવતા ડેમમાં પહેલાજ વરસાદ માં બાર ફૂટ પાણીની આવક થઇ ગઈ છે જે હજુ આવક ચાલુ છે ડેમમાં પાણી ની આવક અને વરસાદ ના સમયસર આગમન થી જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્‍યો છે લોકોના મોઢા ઉપર પણ હરખ જોવા મળે છે ઘેર ઘેર લાપશી અને ભજીયાના તાવળા મુકાયા હશે ઉપરવાસના માંડાસણ બુટાવદર સાતવડી બગધરા માં પણ પાંચ થી છ ઇંચ વરસાદ વરસ્‍યા ના સમાચાર છે.

(10:01 AM IST)