તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
લાપાસરી રોડ પર ભરડીયા પાસે રામવાડીમાં બનાવ
હાથના દુઃખાવાથી કંટાળી ત્રેસઠ વર્ષના નરસીભાઇ મુળીયાનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૪: કોઠારીયાથી આગળ લાપાસરી રોડ પર રામવાડી પાછળ લક્ષ્મણભાઇના ભરડીયા પાસે રહેતાં નરસીભાઇ કરસનભાઇ મુળીયા (ઉ.વ.૬૩) નામના વૃધ્ધે રરાતે ઘરે પતરાના એંગલમાં લટકી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છ.ે
બનાવની જાણ જનરક્ષક ૧૧૨ના પ્રશાંતભાઇ મારૂ અને ૧૦૮ના ઇએમટી શ્રધ્ધાબેન દ્વારા થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. તેજપાલસિંહ સરવૈયા સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનારા નરસીભાઇ હાલ છુટક મજૂરી કરતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરા છે. તેમને હાથમાં પ્લેટ હોઇ તેમાં દુઃખાવો થતો હોવાથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
(3:20 PM IST)










