તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
ખોડીયારનગરના કિશનને એસઓજીએ પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે દબોચ્યો

રાજકોટ, જુનાગઢ, ટંકારા, હળવદના અલગ-અલગ સાત ગુનાઓમાં સંડોવણીઃ એક વખત પાસામાં પણ ધકેલાયો હતો : પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ એમ. વી. જાડેજા અને ટીમની કામગીરીઃ ઉપેન્દ્રસિંહ ઝાલા તથા જયદિપસિંહ ચોૈહાણની બાતમી
રાજકોટ તા. ૪: શહેરના ખોડીયારનગરમાં રહેતાં અને અગાઉ પણ અલગ અલગ ગુનાઓમાં સંડોવાઇ ચુકેલા શખ્સને શહેર એસઓજીની ટીમે બેડી ચોકડીથી ભગવતીપરા તરફ જવાના રસ્તા પરથી પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઇ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
એસઓજીની ટીમ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ગેરકાયદે હથીયારોની હેરાફેરી અટકાવવા અને ડ્રગ્સના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા અને જયદિપસિંહ ચોૈહાણને બાતમી મળતાં બેડી ચોકડી શક્તિ હોટેલથી ભગવતીપરા તરફ જવાના રસ્તા પર વોચ રાખી કિશન દિલુભાઇ બાવડા-ગઢવી (ઉ.વ.૩૦-રહે. ખોડીયારનગર મેઇન રોડ, બજરંગ પાન પાસે શેરી નં. ૪/૧૦ના ખુણે)ને સકંજામાં લઇ તલાસી લેતાં તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ રૂા. ૧૦ હજારની અને રૂા. ૨૦૦ના બે જીવતા કાર્ટીસ મળી આવતાં તે તથા એપલનો મોબાઇલ ફોન કબ્જે કરી તેની ધરપકડ કરી હતી.પોલીસના કહેવા મુજબ કિશન બાવડા વિરૂધ્ધ અગાઉ રાજકોટ તાલુકા પોલીસ, ડીસીબી, માલવીયાનગરમાં મારામારી, આર્મ્સ એકટના ગુના અને હળવદ, વિસાવદર, બીલખા, ટંકારા પોલીસમાં પણ આર્મ્સ એકટ સહિતના ગુનાઓ નોંધાયા હતાં. તેમજ એક વખત માલવીયાનગર પોલીસની દરખાસ્તથી પાસામાં પણ ગયો હતો. તેણે રટણ કર્યુ હતું કે પોતાને માથાકુટ ચાલતી હોઇ જેથી હથીયાર રાખ્યું હતું. કોઇ વના નામના શખ્સ પાસેથી આ હથીયાર લીધાનું કહ્યું હતું. જો કે સાચી વિગતો ઓકાવવા રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ એમ. વી. જાડેજા, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ ચોૈહાણ, કોન્સ. જયપાલસિંહ અને યશપાલસિંહે આ કામગીરી કરી હતી.
(3:11 PM IST)










