તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Saturday, 4th July 2026
મધરાત્રે મુંબઈના મીનાતાઈ ફ્લાવર માર્કેટમાં વિશાળ વૃક્ષ ઉખડીને શેડ પર ખાબક્યું
સાવચેતીના પગલારૂપે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે બજારનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો

મુંબઈના મીનાતાઈ ફ્લાવર માર્કેટમાં શનિવારે વહેલી સવારે આશરે ૨:૧૪ વાગ્યે એક વિશાળ વૃક્ષ ઉખડીને બજારના શેડ પર ખાબક્યું હતું, જેના કારણે શેડને ભારે નુકસાન થયું છે.
આ ઘટના મોડી રાત્રે ઘટી હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. સાવચેતીના પગલારૂપે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે બજારનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાના કર્મચારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વૃક્ષને કાપીને હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ સાથે જ બજારને થયેલા નુકસાનની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. વૃક્ષ ધરાશાયી થવાની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
