તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
મોરબીમાં વેલ્ડીંગ કામના કારીગર જગદીશ રેણુકા પર બે શખ્સનો છરી-ધોકાથી હુમલો
વેલ્ડીંગ કામ ચાલુ હોઇ દિલાબ બાવાજીને તેનું બાઇક દૂર પાર્ક કરવાનું કહેતાં ડખ્ખોઃ યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૪: મોરબીમાં રહેતાં અને વેલ્ડીંગ કામ કરતાં યુવાને પોતે દુકાને વેલ્ડીંગ કામ કરતો હતો ત્યારે બાજુમાં રહેતાં શખ્સે કામ ચાલુ હોઇ ત્યાં નજીકમાં તેનું બાઇક પાર્ક કરતાં તેને દુર રાખવાનું કહેતાં એ શખ્સે બીજા એક જણા સાથે મળી છરી-ધોકાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
જાવણા મળ્યા મુજબ મોરબીમાં ભાગ્ય લક્ષ્મી સોસાયટી વેજીટેબલ માર્કેટ રોડ પર રહેતો જગદીશ ધીરૂભાઇ રેણુકા (ઉ.વ.૨૭) સાંજે આઠેક વાગ્યે પોતે જ્યાં વેલ્ડીંગ કામની મજુરી કરે છે તે દુકાને કામ કરી રહ્યો હતો ત્યારે બાજુમાં રહેતાં દિલો બાવાજી અને રાજુ બાવાજીએ ઝઘડો કરી છરી-ધોકાથી હુમલો કરી શરીરે, મોઢા-કપાળે ઇજાઓ કરતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
જગદીશ બે બહેન અને ત્રણ ભાઇમાં નાનો અને અપરિણીત છે. તેના સગાએ કહ્યું હતું કે વેલ્ડીંગ કામ ચાલુ હોઇ તણખા ઉડતાં હોઇ ત્યારે નજીકમાં જ દિલાએ બાઇક પાર્ક કરતાં જગદીશે તેને થોડે દુર રાખવાનું કહેતાં દિલો અને રાજુએ તારા શેઠ પણ અમને કંઇ નથી કહેતાં, તું કેમ દોઢો થાય છે? કહી હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
