<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

લોધીકાના હરીપર તરવડા પાસે રાજકોટના કારખાનેદાર ઉપર હુમલો : ૧૦ સામે ફરીયાદ

કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ફોન સાથે રાખવાની ના પાડતા ખાર રાખી હુમલો કર્યો

રાજકોટ, તા. ૧૪ :  લોધીકાના હરીપર તરવડા ગામ પાસે કર્મચારીને ફોન સાથે રાખવાની ના પાડાયા કર્મચારી સહિત ઓએ હુમલો કરતા ૧૦ શખ્‍સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ લોધીકાના હરીપર તરવડા ગામની ખોડીયાર ડેરી પાસે તથા હરીપર તરવડા સીમ સર્વે નં. ૧૬૧ ઉપર બ્‍લેસ કુકવેર કંપની ધરાવતા મોનીક અમૃતલાલ સભાડીયા (ઉ.વ.૩૦) ધંધો વેપાર રહે. રાજકોટ શીવ ભૂમિ-ર વિદ્યુનગર મેઇન રોડ બીગ બજારની સામે એ આરોપી (૧) સાગરભાઇ ચૌહાણ (ર) સુખાભાઇ ચૌહાણ (૩) સુનીલભાઇ ચૌહાણ તથા અજાણ્‍યા સાત માણસો તથા તપાસમાં નીકળે તે તમામ સામે લોધીકા પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્‍યું છે કે આરોપી નં.(૧) ફરીયાદીની કંપનીમાં કામ કરતી વખતે ફોન સાથે રાખેલ હોય જેથી આ બાબતે ફરીયાદીએ તેમને ફોન સાથે ના રાખવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનો રાગદ્રેષ રાખી આરોપી નં. (૧) તથા (૩) એ ફરીયાદને ખોડીયાર ડેરી પાસે ઢીકા પાટુનો મારમારી ગાળો આપી આરોપી નં. (૩) નાએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી બાદમાં આરોપી નં. (૧) તથા અન્‍ય અજાણ્‍યા સાત માસણોની ગેરકાયદેસર મંડળી બનાવી ફરીયાદીને યાદીને મારવા માટે સમાન ઇરાદા ફરીયાદને કંપનીમાં ગેરકાયદેસર રીતે ગૃહઅપ પ્રવેશ કરી ધમકી આપી હતી.

આ ફરીયાદ અન્‍વયે લોધીકા પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.   

(3:22 PM IST)