<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

શાપર-વેરાવળમાં ટ્રાન્‍સપોર્ટર સામે ૪૩ લાખની ઠગાઇ

ફલેગ્‍સ ગાજીયાબાદ પહોચાડવાના બદલે પોતાના ઘરે લઇ ગયોઃ રાજસ્‍થાનના એજન્‍ટ જોગેન્‍દર સામે ફરીયાદ

રાજકોટ, તા. ૪: શાપર-વેરાવળમાં અમદાવાદના ટ્રાન્‍સપોર્ટર સાથે રાજસ્‍થાનના એજન્‍ટે ૪૩ લાખની છેતરપીંડી કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ રાજકુમાર દુર્ગાલાલ ગુર્જર ધંધો ટ્રાન્‍સપોર્ટ રહે. હાલ સાગર ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્કે, અમદાવાદ હાઈવે, આનંદપર ખાંભલા એ આરોપી જોગેન્‍દર પ્રભુ દયાલ યાદવ રહે. સાહપુરા જી.જયપુર (રાજસ્‍થાન) સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપી ટ્રાન્‍સપોર્ટ તેમજ માલ પંહોચાડવાનું કમિશનનું કામ કરતા હોય ફરીયાદીએ આરોપીના ટ્રક રજી.નંબર-આરજે-૫૨ જીબી૧૦૯૭ વાળામાં પડવલા ગામેથી ફલેંગ્‍સ નંગ-૩૦૩ કુલ કિ.રૂ.૪૩,૭૮,૦૭૭/-નો ભરી, ગાજીયાબાદ કંપનીમાં પંહોચાડવા રવાના કરતા આરોપીએ આ માલ કંપની ઉપર નહી ઉતારી પોતાના ઘરે ઉતારી માલ નહીં આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હતી.

આ ફરીયાદ અન્‍વયે શાપર-વેરાવળ પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:20 PM IST)