તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Saturday, 4th July 2026
‘ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા શૈક્ષણિક સંકુલ'નું લોકાપર્ણ

રાજકોટ રાજ પરિવાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે સરધાર કેળવણી મંડળ સંચાલિત ગાંધી લક્ષ્મીચંદ સુંદરજી માધ્યમિક શાળાના આધુનિકીકરણનું નિર્માણ કર્યું છે. ‘ઠાકોર સાહેબ શ્રી મનોહરસિહજી જાડેજા શૈક્ષણિક સંકુલ'નું રાજ્યના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિહજી જાડેજા, રાણી સાહેબ અ.સૌ. કાદમ્બરીદેવી જાડેજા, અ.સૌ. કવરાણી સાહેબ મૃગેશાકુમારી સિંઘ ઓફ ખીમસર(રાજસ્થાન) ઉર્ફે લક્ષ્મીરાજા, જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપળીયા, મેયર નેહલભાઈ શુકલ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ઉદ્યોગપતિ અરવિંદભાઈ પાણ તથા પરિવાર, મયૂરધ્વજસિંહજી જાડેજા (જેએમજે ગ્રુપ), અશોકભાઈ ડાંગર (પૂર્વ મેયર ), ચેતનભાઈ પાણ, સરધાર ગામના સરપંચ પિન્ટુભાઈ ઢાકેચા, સંજયસિંહ રાણા, નાગદનભાઈ ચાવડા, મનહરભાઈ બાબરીયા, સ્કૂલના ટ્રસ્ટી સિધ્ધરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

(2:51 PM IST)










