તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
ભાવનગર જિલ્લાના મહુવામાં ગાજવીજ સાથે સાંબેલાધારે વરસાદ શરૂ : જુઓ વિડીયો
બપોરે 2:30 વાગ્યે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડતા અસહ્ય બફારામાંથી રાહત : ઠેર-ઠેર પાણી ભરાતા થોડી જ વારમાં જળબંબાકારની સ્થિતિ

(રહીમ વસાયા દ્વારા)મહુવા તા.૪ : સવારથી જ અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો કરી રહેલા મહુવા શહેરના લોકોને આજે બપોરે મેઘરાજાએ રાહત આપી છે.
આજે બપોરે 2:30 કલાકે મહુવા શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સવારથી જ વાતાવરણમાં રહેલી બફારો અને ગરમી બાદ અચાનક વાતાવરણ પલટાતા ધોધમાર સાંબેલાધારે વરસાદ શરૂ થયો છે.
મહુવા શહેરની સાથે-સાથે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે. ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
જોકે, વરસાદ શરૂ થયાની થોડી જ વારમાં શહેરના નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોએ આ વરસાદને પાક માટે ફાયદાકારક ગણાવ્યો છે. હવામાન વિભાગે હજુ આગામી 24 કલાક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
