<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

એડવોકેટ-હેમ પૂર્વ બેન્‍કર પ્રફુલ ચંદારણાનો આજે જન્‍મદિસ

 રાજકોટઃ શ્રી પ્રફુલભાઈ ચંદારાણાનો આને ૭૦મો જન્‍મદિવસ છે. પત્રકારિત્‍વનો ડિગ્રી અભ્‍યાસ (દૂરદર્શન કેન્‍દ્ર રાજકોની ઈન્‍ટરશીપ) બેન્‍ક સર્વિસ સાથોસાથ જ પૂર્ણ કરેલ. બી.કોમ., એલ.એલ.બી., બી.જે.એમ.સી., બરોડામાં સેવાઓ આપી, ૨૦૧૭માં૦ રીટાયર્ડ થયેલ. તેઓએ બેન્‍કમાં એડમીન, લીગલ, ફાયનાન્‍સીયલ ઈન્‍ક્‍લુઝન, એસ.એમ.ઇળ., ક્‍લીયરીંગ હાઉસ, કેશ, લોકર, સી.આર.એફ., ઈન્‍સ્‍યુ.તેમજ બિઝનેશ ડેવલપમેન્‍ટ જેવી જવાબદારી સંભાળેલ પરફોમન્‍સ ઈન બિઝનેસ ગ્રોથનો ૨૦૧૫નો શ્રેષ્‍ઠ એવોર્ડ બેન્‍ક દ્વારા એનાયત કરવામાં આવેલ. બેન્‍ક યુનિયનમાં ઝોનલ સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળેલ. આત્‍મીય યુનિવર્સિટી રાજકોટ ખાતે છેલ્લા ૩ વર્ષથી એન્‍જીનિયરીંગ સ્‍ટુડન્‍ટના ફાયનલ પ્રોજેક્‍ટમાં જ્‍યુરી તરીકે સેવાઓ આપી રહ્યા છે.

તેઓએ ૩ વર્ષ માટે ફેમેલી કોર્ટમાં એડવોકેટ તરીકે સેવાઓ આપેલ છે. તેઓ રઘુવંશી લોયર ફેડરેશન રાજકોટ દ્વારા એક્‍ઝીક્‍યુટીવ કમિટિ મેમ્‍બર, સમાધાન પંચમાં કાયદાકીય સલાહકાર, વૈશ્‍વિક લોહાણા મહાપરિષદ મુંબઈની સ્‍થાયી સમાધાન કમિટિ (લીગલ વિંગ) તથા લગ્ન વિષયક કમિટિ મેમ્‍બર તથા લોહાણા સેવા મંડળ ટ્રસ્‍ટ સંચાલિત નિઃશુલ્‍ક મેરેજ બ્‍યુરોમાં સેવાની સાથે ‘સપનાના વાવેતર' મુંબઈના લીગલ સલાહકાર તથા કો-ઓર્ડિનેટર પણ છે. તેઓ લગ્ન વિષયક પસંદગી સમારોહની સેવાઓ ઓફલાઈન તથા ઓનલાઈન ઉપરાંત  સમાધાન પંચ અને ત્‍યારબાદની કાયદાકીય સલાહ સંપૂર્ણ નિઃશુલ્‍ક આપી રહ્યા છે. અભિનવ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટના પ્રમુખ, શ્રી રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટી ટ્રસ્‍ટ રાજકોટ છેલ્લા ૩૦ વર્ષથી એક ફાઉન્‍ડર ટ્રસ્‍ટી તરીકે સેવાઓ આપવા ઉપરાંત શ્રી વિરાણી હાઈસ્‍કુલ રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. એડવોકેટ જુનીયર બાર એસોસીએશનના ફાઉન્‍ડર મેમ્‍બર ક્‍યુઆરટી ૧૦૮ જેબીએ રાજકોટના ફાઉન્‍ડર મેમ્‍બર, રઘુવંશી ઈન્‍ટરનેશનલ ટ્રેડ ફેડરેશન રીફટ ગ્‍લોબલ ગ્રુપના એક્‍ઝીક્‍યુટીવ કમિટિ મેમ્‍બર, ફ્રી લાન્‍સ જર્નાલીસ્‍ટ એસોસીએશન ઓફ ઈન્‍ડીયા મુંબઈના માનદ સભ્‍ય તથા તેઓ હેમ પણ છે. જે મિનિસ્‍ટ્રી ઓફ ટેલી કોમ્‍યુનીકેશનના વાયરલેસ પ્‍લાનિંગ એન્‍ડ કોર્ડિનેશન ન્‍યુ દિલ્‍હીના ‘કોલ સાઈન નંબર  VU3ZJK' થી ઉતિર્ણ કરીને લાયસન્‍સ પ્રાપ્ત કરેલ છે.

તેઓએ માઉન્‍ટીંગ તેમજ ટ્રેકિંગ પણ કરેલ છે. અને યુથ હોસ્‍ટેલ એસોસીએશન ઓફ ઈન્‍ડિયા રેડક્રોસ સોસાયટીના લાઈફ મેમ્‍બર હોવા ઉપરાંત રતનપર માનસ મંદિર ટ્રસ્‍ટ રાજકોટમાં ટ્રસ્‍ટી તથા આતંરરાષ્‍ટ્રીય યુનો બેઈઝ ધી એક્‍સપેરીમેન્‍ટ ઈન ઈન્‍ટરનેશનલ લીવીંગના સેન્‍ટર હેલ, સીનીયર સીટીઝન ક્‍લબ, બોલબાલા ટ્રસ્‍ટમાં સેવાઓ આપી રહ્યા છે. (મો.૯૪૨૬૯ ૦૬૭૩૨)

 

(2:13 PM IST)