<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

તનૈરાએ હસ્‍તકલા આધારિત સાડીઓ અને એથનિક વસ્‍ત્રોનો સેલ શરૂ કર્યો

રાજકોટ, તા.૪:  ટાટાની પ્રોડક્‍ટ તનૈરાએ પોતાના સેલની જાહેરાત કરી છે, જેના અંતર્ગત ગ્રાહકોને હસ્‍તકલા આધારિત સાડીઓ અને એથનિક વસ્‍ત્રો આકર્ષક કિંમતે ખરીદવાની તક મળશે. ૧ જુલાઈ, ૨૦૨૬થી શરૂ થયેલા આ સેલમાં પસંદગીની સાડીઓ પર ૪૦ ટકા સુધી અને કુર્તા તેમજ કુર્તા સેટ પર ૫૦ ટકા સુધીનું ડિસ્‍કાઉન્‍ટ તનૈરાના તમામ સ્‍ટોર તેમજ ઓનલાઈન ઉપલબ્‍ધ છે. ઉપરાંત, એન્‍સર્કલ (Encircle) મેમ્‍બર્સને સેલના પ્રથમ પાંચ દિવસ દરમિયાન વધારાના ૫ ટકા ડિસ્‍કાઉન્‍ટનો પણ લાભ મળશે.

ભારતની સમળદ્ધ કાપડ પરંપરાને ઉજાગર કરવા માટે જાણીતી તનૈરા દેશભરના જાણીતા વણાટ કેન્‍દ્રોમાંથી મેળવાયેલા હસ્‍તકલા આધારિત વણાટના વિશાળ કલેક્‍શનને એકસાથે રજૂ કરે છે. આ સેલમાં બ્રાન્‍ડના સૌથી લોકપ્રિય સાડી કલેક્‍શનનો સમાવેશ કરવામાં આવ્‍યો છે, જેમાં કાંજીવરમ, બનારસી, સાઉથ સિલ્‍ક, તસર, જામદાની, સાંબલપુરી, ઇકત, ચંદેરી, મહેશ્વરી, કોટા ડોરિયા સહિત અનેક પ્રકારની સાડીઓ ઉપલબ્‍ધ છે. આ તમામ કલેક્‍શન દેશના વિવિધ પરંપરાગત વણાટ કેન્‍દ્રોના સમળદ્ધ વારસાને રજૂ કરે છે. 

(2:28 PM IST)