તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
રાજ્યના ૧૮ જિલ્લાના ૬૭ તાલુકાઓમાં રાત્રે ૧૦ થી ૧૨ વાગ્યા સુધીમાં મેઘરાજાની ધબધબાટી : રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો
મોડી રાત્રે ગીર ગઢડામાં ૧.૭૩ ઇંચ, રાજુલામાં ૧.૨૨ ઇંચ, ઉનામાં ૦.૮૭ ઇંચ, મૂળીમાં ૦.૮૭ ઇંચ અને ધરણિધરમાં ૦.૮૭ ઇંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી

ગાંધીનગર: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, તારીખ ૦૪/૦૭/૨૦૨૬ ના રોજ મોડી રાત્રે પણ ગુજરાતમાં મેઘ મહેર યથાવત રહી છે. રાત્રે ૧૦:૦૦ વાગ્યાથી લઈને મધ્યરાત્રિના ૧૨:૦0 વાગ્યા સુધીના માત્ર ૨ કલાકના ટૂંકા સમયગાળા દરમિયાન રાજ્યના કુલ ૧૮ જિલ્લાના ૬૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના વિસ્તારોમાં રાત્રિના સમયે પણ વરસાદી માહોલ જોરદાર રહ્યો હતો.
ટોપ ૫ શહેરો અને તાલુકાઓમાં મોડી રાત્રે તોફાની બેટિંગ:
મધ્યરાત્રિએ ૧૦ થી ૧૨ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ ૫ તાલુકાઓની યાદી અને ત્યાં પડેલો વરસાદ ઇંચમાં નીચે મુજબ છે:
ગીર ગઢડા (ગીર સોમનાથ): ૧.૭૩ ઇંચ
રાજુલા (અમરેલી): ૧.૨૨ ઇંચ
ઉના (ગીર સોમનાથ): ૦.૮૭ ઇંચ
મૂળી (સુરેન્દ્રનગર): ૦.૮૭ ઇંચ
ધરણિધર (વાવ-થરાદ): ૦.૮૭ ઇંચ
અન્ય તાલુકાઓમાં વરસાદની વિગતવાર સ્થિતિ:
આ બે કલાકના સમયગાળા દરમિયાન પંચમહાલના કાલોલ અને બોટાદમાં ૦.૭૯ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અમરેલીના બગસરામાં ૦.૬૭ ઇંચ, સાવરકુંડલામાં ૦.6૩ ઇંચ, ભરૂચના અંકલેશ્વરમાં ૦.૫૯ ઇંચ અને વલસાડના પારડીમાં ૦.૫૫ ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત કોડિનાર અને બોટાદ શહેરમાં ૦.૪૭ ઇંચ, શહેરામાં ૦.૪૩ ઇંચ તથા વાપીમાં ૦.૩૯ ઇંચ વરસાદ નોંધાયો છે. ઘોઘંબા અને મોડાસામાં ૦.૩૫ ઇંચ તેમજ શામળાજીમાં ૦.૩૧ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
અડધાથી ઓછો ઇંચ વરસાદ ધરાવતા વિસ્તારો:
રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો હિંમતનગર, નડિયાદ અને ગઢડામાં ૦.૨૮ ઇંચ વરસાદ પડ્યો છે. જાફરાબાદ, વલસાડ, માણસા, આણંદ, સાયલા અને ઠાસરામાં ૦.૨૪ ઇંચ તેમજ ખાંભા, હાલોલ, રાનપુર અને ખાનપુરમાં ૦.૨૦ ઇંચ વરસાદ નોંધાયો છે. ચિખલી, ઉકાઈ અને ધોલેરામાં ૦.૧૬ ઇંચ તથા મહુવા, સોનગઢ, વિસાવદર, ખેડા, વડોદરા, તલોદ, ચુડા, ઝઘડિયા અને થરાદમાં ૦.૧૨ ઇંચ વરસાદી પાણી પડ્યું છે.
જલાલપોર, ખેરગામ, તલાલા, માંડવી, વ્યારા, ફાગવેલ, સુત્રાપાડા, સાઠંબા, રાજકોટ શહેર, વીરપુર અને કપડવંજમાં ૦.૦૮ ઇંચ જેટલો હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે ગણદેવી, ઓલપાડ, સુરત શહેર, કવાંટ, ડોલવણ, ધરમપુર, અમરેલી શહેર, માતર, વાલિયા, દાહોદ, હાસોટ, લુણાવાડા અને ગોધરમાં ૦.૦૪ ઇંચ જેટલા હળવા ઝાપટા પડ્યા છે.
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
