તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
જંગલેશ્વર રાધાકૃષ્ણનગરમાં બંધ મકાનમાંથી ૧.૩૫ લાખની ચોરી
હંસાબેન કુવરીયાની ફરિયાદઃ તેઓ, દિકરો, દિકરી કામે ગયા ત્યારે બનાવ

રાજકોટ તા. ૪: ચોરીના વધુ એક બનાવમાં બંધ મકાન નિશાન બન્યું હતું. જંગલેશ્વર મેઈન રોડ નજીક આવેલા રાધાકળષ્ણનગરમાં બંધ મકાનમાં ત્રાટકી તસકર ઘરમાં જ રાખેલી ચાવી શોધીખે કબાટમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી રૂા. ૧,૩૫,૧૭૪ની મતા ચોરી કરી ગયો છે.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે રાધાકળષ્ણનગર શેરી નં. ૧૩માં રહેતા અને મજૂરીકામ કરતા હંસાબેન કમલેશભાઈ કુવરીયા (ઉ.વ. ૫૦)ની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હંસાબેનએ જણાવ્યું હતું કેગત તા. ૦૨/૦૭ના રોજ સવારે તેમનો દીકરો રોહિત શાપર-વેરાવળ ખાતે મજૂરીકામે ગયો હતો. ત્યારબાદ સવારે નવેક વાગ્યે હંસાબેન અને તેમની દીકરી કિરણ પણ સંસ્કાર ઈન્ડસ્ટ્રીઝમાં મજૂરીકામે ગયા હતા. આ દરમિયાન મકાન બંધ હતું.
સાંજના છએક વાગ્યે જ્યારે હંસાબેન અને તેમની દીકરી ઘરે પરત ફર્યા, ત્યારે બહારના ગેટનું તાળું ખોલી અંદર જતા રસોડાનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું ક ચોરે પાછળના ભાગેથી અગાશી પર થઈને ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરે રસોડાની બારી પાસે રાખેલી દરવાજાની ચાવી શોધી કાઢી હતી અને તેનાથી લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કબાટની ઉપર જ રાખવામાં આવેલી ચાવીથી કબાટ ખોલી રોકડા રૂા. ૫૦ હજાર, સોનાનો ચેઇન ૩૧૨૫૦નો, બુટી ૩૨૫૨૪ની, વીંટીઓ બે રૂા. ૧૦ હજારની અને ઓમકાર રૂા. ૧ હજારનું તથા ચાંદીના સાંકળા રૂા. ૧૦૪૦૦ના મળી કુલ રૂા. ૧,૩૫,૧૭૪ની માલમત્તા ચોરી ગયો હતો. પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ વી. એલ. રાઠોડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:30 PM IST)










