તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Saturday, 4th July 2026
જેતપરના ખેડૂત આંદોલનથી નિલેશભાઈ એરવાડીયાને છુટા કરાયા : આંદોલન ચાલુ રહેશે : હકાભા ગઢવી સાથેના કથિત ઓડિયો સાંભળ્યા બાદ ખેડૂત સમિતિનો મોટો નિર્ણંય : જુઓ વિડીયો
આજુબાજુના 30 ગામના આગેવાનોની સલાહ અને ઓડિયો બાદ ખેડૂતોની નારાજગી ધ્યાનમાં લઇ આંદોલનથી નિલેશભાઈ ને મુક્ત કરવા નિર્ણય : આ આંદોલન ખેડૂતોના હિત માટે છે - રાજુભાઇ અમૃતિયા

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી : મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના મુખ્ય આગેવાન નિલેશ એરવાડિયાને ખેડૂત આંદોલન સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવી સાથેની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ખેડૂતોના હિત અને આંદોલનની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે સમિતિએ આ મોટો નિર્ણય લીધો છે
ખેડૂત સમિતિના સભ્ય રાજુભાઈ અમૃતિયાએ જણાવ્યું કે આસપાસના 30 જેટલા ગામના આગેવાનોની સલાહ અને નિલેષભાઈની તબિયત પણ સારી રહેતી નો હોય નિલેષભાઈને આંદોલનથી છુટા કરી દઈશું, નિલેષભાઈની તબિયત બગડે એવું ગામના લોકો પણ ઇચ્છતા નથી
વધુમાં હકાભા ગઢવી અને નિલેશભાઈનો એક ઓડિયો વાયરલ થયો છે, જે સમિતિ સુધી પહોંચ્યો હતો. આ ઓડિયો સાંભળીને ખેડૂતો ખૂબ જ દુઃખી થયા હતા. 2 થી 3 ખેડૂતો તો ફોન પર રડવા લાગ્યા હતા. ખેડૂતોની ભારે નારાજગી અને દુઃખને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી નિલેશભાઈને છાવણીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. ઉપવાસ અંગે રાજુભાઈએ જણાવ્યું કે નિલેશભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. તેમની તબિયત જોતા તેમને અનશન પરથી મુક્ત કરવાનો અમારો આગ્રહ છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે સમિતિની મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ વિડિયો કે બાઈટ આપે તો તેને માન્ય રાખવામાં આવશે નહીં. વાયરલ થયેલા ઓડિયો કે તેમાં થયેલી વાતો એ તેમની અંગત બાબત છે, છાવણીને તેની સાથે કોઈ જ લેવાદેવા નથી. સમિતિ માત્ર ખેડૂતોના હિત માટે કામ કરે છે અને હંમેશા ખેડૂતોની સાથે રહેશે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
