<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

રાજકોટમાં મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ: વીજળીના પ્રચંડ કડાકા : રાજકોટમાં અત્યારે સંખ્યાબંધ વિસ્તારોમાં શનિવારે રાત્રે ૧૦.૧૫ કલાકે સારો એવો વરસાદ શરૂ થયો છે. છેલ્લી દસ મિનિટથી વરસાદ ચાલુ છે. રાત્રે ૧૧.૨૮ મિનિટે વરસાદે જોર પકડ્યું છે અને વીજળીના ગડગડાટ થઈ રહ્યા છે. અત્યારે લેવામાં આવેલ છેલ્લી ઈનસેટ તસવીર મુજબ રાજસ્થાન ઉપર પ્રચંડ વાદળા છવાયા છે સૌરાષ્ટ્ર ઉપર ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં જોરદાર વાદળાઓ છવાયા છે. ભારે વરસાદ અનેક જગ્યાએ ચાલુ છે. જોકે આ લખાય છે ત્યારે ૧૧.૩૫ કલાકે વરસાદનું જોર સાવ ઘટી ગયું છે.

(11:37 PM IST)