તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
સોલીડ વેસ્ટ શાખાનો સપાટોઃ ૧૨૩ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તઃ ૧૪૮ને ૮૦ હજારનો દંડ

રાજકોટ, તા.૪: મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ ૧૪૮ વેપારીઓ પાસેથી રૂ ૭૯,૬૬૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે તારીખ ૨૯ જુન થી ૦૩ જુલાઇના રોજ ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ તથા વેચાણ અને ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં કુલ ૧૪૮ વેપારી પાસેથી રૂ ૭૯,૬૬૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સપેકટર/ સેનેટરી સબ ઇન્સપેકટર દ્વારા કરવામાં આવેલ
(2:51 PM IST)










