તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
લગ્ન પછી ‘રાઈટ ટુ પ્રાઈવસીના આડમાં ‘લક્શ'ને છુપાવી શકશે નહિં
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો : સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે બંધારણની કલમ ૨૧ હેઠળ ગોપનીયતાના અધિકારનો ઉપયોગ લગ્ન પછીના અફેરને છુપાવવા માટે કરી શકાતો નથી

નવી દિલ્હી,તા.૦૪: એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે બંધારણની કલમ ૨૧ હેઠળ ગોપનીયતાનો અધિકાર એટલો વ્યાપક નથી કે તેનો ઉપયોગ જીવનસાથીના અફેરના પુરાવા છુપાવવા માટે થાય. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે છૂટાછેડાના કેસોમાં, જો વ્યભિચાર સાબિત કરવા માટે મોબાઇલ કોલ રેકોર્ડ અથવા હોટેલ રોકાણ રેકોર્ડ આવશ્યક હોય, તો આ દસ્તાવેજોને ફક્ત ગોપનીયતાના આધારે કોર્ટમાં રજૂ કરવાથી રોકી શકાય નહીં.
શુક્રવારે, ન્યાયાધીશ મનમોહન અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું અને પતિની અપીલ ફગાવી દીધી. પતિએ દલીલ કરી હતી કે કોર્ટ દ્વારા તેના રેકોર્ડ અને હોટેલ રોકાણની માહિતીની માંગ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
આ કેસમાં ચુકાદો આપતી વખતે દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે ગોપનીયતાનો અધિકાર સંપૂર્ણ નથી. કોર્ટે જણાવ્યું હતું કે જાહેર હિત અને ન્યાય સુનિヘતિ કરવા માટે વાજબી પ્રતિબંધો લાદી શકાય છે.
દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે હિન્દુ લગ્ન કાયદો છૂટાછેડા માટે બેવફાઈને માન્ય આધાર તરીકે માન્યતા આપે છે. તેથી, લગ્નેત્તર સેક્સના આરોપી પરિણીત પુરુષને મદદ કરવા માટે કોર્ટ ગોપનીયતાના અધિકાર પર આધાર રાખે તે બિલકુલ જાહેર હિતમાં રહેશે નહીં.
હાઈકોર્ટે આ નિવેદન ફેમિલી કોર્ટના આદેશને સમર્થન આપતાં આપ્યું હતું જેમાં પત્નીને તેની હોટલ રિઝર્વેશન માહિતી અને કોલ ડિટેલ રેકોર્ડ્સ પ્રદાન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આ કેસમાં દંપતીના લગ્ન ૧૯૯૮માં થયા હતા અને ૨૦૦૦માં તેમને એક પુત્રી હતી. પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિનો લગ્ન પછી બીજી ષી સાથે અફેર હતો અને તે તેની સાથે જયપુરની એક હોટલમાં રહ્યો હતો.
આ આરોપો બાદ, પત્નીએ છૂટાછેડાની અરજી દાખલ કરી અને કોર્ટને તેના પતિના હોટેલ બુકિગ રેકોર્ડ્સ અને મોબાઈલ કોલ ડિટેલ્સ સબમપેન્ટ કરવા વિનંતી કરી. ફેમિલી કોર્ટે આ વિનંતી મંજૂર કરી, જેને પછીથી દિલ્હી હાઈકોર્ટ અને હવે સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
