<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સૌરાષ્‍ટ્રને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરો ખેડૂતોને લોનમાં રાહત આપી નવુ ધિરાણ આપો : કોંગ્રેસ ચૂંટણીના મોડમાં: હેમુ ગઢવી હોલ ખાતે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ પ્રાંતની સંગઠન બેઠક મળીઃ કોડીનારના પૂર્વ ધારાસભ્‍ય જેઠાભાઇ સોલંકીની કોંગ્રેસમાં ઘરવાપસી : કોંગ્રેસના સિનિયર મહાસચિવ, સાંસદ અને ગુજરાતના પ્રભારી રણદીપસિંહ સુરજેવાલાએ મોરબીમાં ખેડૂત મહાસભા પૂર્વે રાજકોટના અખબારોને કર્યુ સંબોધનઃ દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્‍છમાં ભંયકર સ્‍થિતીઃ પાણી, વિજળીની ઘટ અને જણસોના પુરતા ભાવના અભાવે ખેડૂતો ટળવળી રહયા છેઃ અદાણીની પાવર, ટ્રાન્‍સમિશન લાઇનના કારણે સેંકડો ખેડૂતોએ જમીન ગુમાવીઃ ખેતીની જમીનોના ભાવ ગગળ્‍યાઃ વિજ ટાવરના બદલામાં ૨૫ વર્ષ સુધી દર વર્ષે ખેડૂતોને ૩૦ હજાર વળતર આપોઃ દિલ્‍હી-ગાંધીનગરની સરકારે ખેડૂતોનો અવાજ રૂંધી નાખ્‍યો છે : આજી અને ભાદર ડેમમાં માત્ર ૫૦ ટકા જેટલો જળજથ્થો બચ્યો છે ત્યારે રાજ્ય સરકાર દુષ્કાળ જાહેર કરવા માટે કેમ તૈયાર નથી? : ટેકાના ભાવે ખરીદી માટેના પોર્ટલ રજિસ્ટ્રેશનમાંથી આશરે ૮૦ હજાર ખેડૂતોનાં નામ દૂર કરી સરકારે અન્યાય કર્યો2:50 PM IST

PHPમાં લોચોઃ અમેરિકા - યુરોપ સહિતનાં દેશોમાં બંધ થઇ વેબસાઇટ : વિશ્‍વભરની અનેક સરકારોએ પોતાની વેબસાઇટો બંધ કરીઃ બગને કારણે NSAએ જારી કરી એડવાઇઝરી પાસવર્ડ વિના સર્વરમાં ઘૂસણખોરીનો ભય : સુરક્ષા સુધારાવાળી આવૃત્તિઓ જાહેરઃ તાત્‍કાલિક અપડેટ કરવા તાકીદ; સુરક્ષા સુધારો શક્‍ય ન હોય તો જોખમી સેવાઓ અસ્‍થાયી બંધ રાખવા સલાહ : ક્‍લાઉડફલેરના મુખ્‍ય કાર્યકારી અધિકારી મેથ્‍યુ પ્રિન્‍સે એક્‍સ ઉપર જણાવ્‍યું કે ખામીઓ જાહેર થયા પછી તેમના નેટવર્ક ઉપર તેનો લાભ ઉઠાવવાના પ્રયાસો લાખોમાં પહોંચ્‍યા હતા. આ આંકડો હુમલાના પ્રયાસોનો છે. યુરોપ સહિત કેટલાક વિસ્‍તારોમાં સરકારી વેબસાઇટ અને અન્‍ય ઓનલાઇન સેવાઓ સુરક્ષાત્‍મક પગલાં માટે અસ્‍થાયી બંધ પણ કરવામાં આવી હતી2:52 PM IST

‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરાશે : આધ્યાત્મિક વારસો, ભારતીય સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી રૂ. 92.70 કરોડના ખર્ચે બનશે શ્રી કૃષ્ણ મ્યુઝિયમ : નવ થીમેટિક ગેલેરીઓ અને અદ્યતન ડિજિટલ ટેકનોલોજી દ્વારા નવી પેઢી સુધી પહોંચશે શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓ અને ગીતાનો શાશ્વત સંદેશ: ઇમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ, ઇન્ટરએક્ટિવ ડિજિટલ ડિસ્પ્લે, 3D પ્રોજેક્શન મેપિંગ, ટચસ્ક્રીન માહિતી કિઓસ્ક અને મોશન સેન્સર દ્વારા મુલાકાતીઓને શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો સાથે જોડવાનો પ્રયાસ કરાશે:શ્રી કૃષ્ણના જન્મની બાળલીલાઓ, ગોકુલ અને વૃંદાવનના પ્રસંગો, ગોવર્ધન પર્વત ધારણ કરવાની લીલા, કાળિયા નાગનું મર્દન અને રાસલીલાના પ્રસંગોનો મળશે અનુભવ1:22 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST