તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
શ્રી બાબર હિન્દુ સમાજ દ્વારા શનિવારે રાસોત્સવ

રાજકોટઃ શ્રી બાબર હિન્દુ સમાજ દ્વારા સામાજમાં એકતા,ભાઇચારો અને સંસ્કૃતિની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાયક્રમના માધ્યમથી સમાજના યુવાનો, વડીલો તથા પરિવારોને એક મંચ પર એકત્રિત થવાની અને ઉત્સાવની આનંદમય પળો માણવાની તક મળશે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
આ રાસોત્સવ તા.ર૪ ને શનિવાર સાંજે ૬ વાગ્યાથી મંગલદીપ પાર્ટી પ્લોટ, મહીકા, આજીડેમથી આગળ રાજકોટ ખાતે યોજાશે. બાબર સમાજ યુવા ગ્રુપ દ્વારા તમામ સમાજબંધુઓને અપાયું છે. વધુ માહિતી માટે મો. ૮૧૬૦૨ ૧૩૬૩૬ ઉપર સંપર્ક કરવો.
તસ્વીરમાં ઘનશ્યામભાઇ ગઢાદરા, નિલેશભાઇ સરવૈયા, મોહિતભાઇ સરવૈયા, મલ્કેશભાઇ પરમાર, ઇન્દુભાઇ ચૌહાણ, ચિંતનભાઇ ચૌહાણ, પ્રવિણભાઇ દેવરા, રાકેશભાઇ જાદવ, સંદિપભાઇ પરમાર, સંદિપભાઇ વાળા, શંકરભાઇ વાઘેલા, વિપુલભાઇ ગઢાદરા, ગોવિંદભાઇ સરવૈયા, રમેશભાઇ ગોહિલ, શુભમ જાદવ, વિજયભાઇ જાદવ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:45 PM IST)










