<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

વિસાવદરની સેવાભાવી સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ વિતરણ

વિસાવદર શહેર તથા ગ્રામ્ય પથકના દાતાઓ તરફથી ગણપતિ ઉત્સવ સમિતિને આ કાર્યમાં આર્થિક સહયોગ

વિસાવદર :વિસાવદર ની સેવાભાવી સંસ્થા ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુદા જુદા દાતાઓ તથા મુરલીધર ડેરીના સંયુક્ત સહકારથી વિસાવદરના જરૂરિયાતમંદ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને દશેરા નિમિત્તે મીઠાઈના બોક્સનું વિતરણ કરવામાં આવેલ હતું જેમાં ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી તથા અન્ય લોકો જોડાયેલ હતા અને લોકોને મીઠાઈના બોક્સ આપવામાં આવેલ હતા જેમાં વિસાવદર શહેર તથા ગ્રામ્ય પથકના દાતાઓ તરફથી ગણપતિ ઉત્સવ સમિતિને આ કાર્યમાં આર્થિક સહયોગ આપવામાં આવેલ હતો અને મુરલીધર ડેરી વાળા સમીરભાઈ ડોબરીયા તથા કમલેશભાઈ ડોબરીયા તરફથી જરૂરિયાત મંદ પરિવાર ને આપવા માટે મીઠાઈના બોક્સ ની પણ મદદ કરવામાં આવેલ હતી

(11:25 PM IST)