<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

જામનગરમાં વધુ એક અજ્ઞાત વ્યક્તિનો મૃતદેહ મળ્યો

એક જ સપ્તાહમાં બીજો મૃતદેહ એ જ જગ્યાએથી સાંપડતા રહસ્ય ઘેરાયું

જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી અજ્ઞાત અને રહસ્યમય સંજોગોમાં મૃતદેહો મળવાનો સિલસિલો ચાલુ રહ્યો છે, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. તાજેતરમાં જ એક સપ્તાહ પૂર્વે જે કેનાલમાંથી સિક્યોરિટી ગાર્ડનો મૃતદેહ મળ્યો હતો તે જ જગ્યાએથી કોહવાયેલ દેહ મળ્યો હતો તેવામાં ફરી એકવાર મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામીછે 

ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી, મૃતદેહ બહાર કાઢવા તજવીજ હાથ ધરી છે એક જ સપ્તાહમાં બીજો મૃતદેહ એ જ જગ્યાએ થી સાંપડતા રહસ્ય ઘેરાયું  છે પોલીસે મૃતદેહ કબજે કરી પીએમ કરાવવા તજવીજ હાથ ધરી  છે આ મૃતક કોણ? હત્યા, આપઘાત, કે અકસ્માતનો બનાવ ? તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(9:02 PM IST)