<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

બુલીયન માર્કેટમાં ફરી કડાકો : ચાંદીમાં વધુ ૬૦૦૦-સોનામાં ૧૦૦૦ રૂા.નો ઘટાડો

ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ર,૦ર,૦૦૦ અને સોનાના ભાવ ૧,૪૭,૩૦૦ રૂા. થયા

રાજકોટ, તા., રરઃ  બુલીયન માર્કેટમાં  સોના-ચાંદીના ભાવ બે દિ' ભાવ સ્‍થિર રહયા બાદ આજે ફરી કડાકો થયો હતો.  ચાંદીમાં વધુ ૬૦૦૦ અને સોનામાં ૧૦૦૦ રૂા. તુટયા હતા.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે સ્‍થાનિક બજારમાં ચાંદીમાં આજે વધુ ૬,૦૦૦ રૂપીયાનો કડાકો થયો હતો. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ર,૦૮,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ર,૦ર,૦૦૦ રૂા. થઇ ગયા છે. ચાંદીના ભાવમાં ૧૪,૦૦૦  નું ગાબડુ પડયા બાદ ભાવો સ્‍થિર રહયા હતા. ત્‍યાર બાદ આજે ફરી ભાવ ઘટાડો થયો છે. 

ચાંદીની સાથે સોનામાં પણ ૧૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. બુલીયન માર્કેટમાં  ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૦૦૦ રૂા.નો ભાવઘટાડો થતા સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૮,૩૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૪૭,૩૦૦ રૂા. થઇ ગયા છે. સોનામાં ૪,પ૦૦ રૂા.ના ગાબડા બાદ ભાવો બે દિ' સ્‍થિર રહયા બાદ આજે ફરી ભાવો તુટયા હતા.

સાઉદી પર હુથી બળવાખોરોનો હુમલો અને ઇરાન-અમરીકા વચ્‍ચે યુધ્‍ધની સ્‍થિતિ વચ્‍ચે સોના-ચાંદીના ભાવો સતત ઘટી રહયા છે.

(2:38 PM IST)