તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 22nd October 2026
ઘરમાં કલરકામ કરવા આવેલા ફુટડા જવાન પર માલિકની પત્ની મોહી ગઈઃ સાથે રહેવા પતિની બલિ ચડાવી દીધી
એક પરિવાર, લગ્નના દસ વર્ષ અને છ વર્ષના બે જોડિયા બાળકોની કહાની

વિજયપુરા,તા.૨૨: આ કહાની કર્ણાટકના વિજયપુરાની છે. એક પરિવાર, લગ્નના દસ વર્ષ અને છ વર્ષના બે જોડિયા બાળકો. પછી ઘરમાં પેન્ટિંગનું કામ કરવા એક છોકરો આવ્યો. આ દરમ્યાન મકાન માલિકની પત્ની અને એ છોકરાની વચ્ચે લગાવ વધી ગયો. થોડા સમય બાદ કહાની એવી જગ્યાએ પહોંચી, જ્યાં ૪૨ વર્ષના રાજેશ્વર બિરાદરનું મોત થઈ ગયું. શરુઆતમાં મામલો રોડ દુર્ઘટનાનો લાગ્યો. પત્નીએ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પણ સીસીટીવી ફુટેજ, પોલીસ તપાસમાં કહાની કંઈક અલગ જ નીકળી.
આ મામલામાં મૃતક રાજશેખરની પત્ની અશ્વિની, તેના બોયફ્રેન્ડ આનંદ કલ્લૂર સહિત ચાર લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. એક આરોપી સગીર છે. પોલીસનું કહેવું છે કે હત્યાને રોડ દુર્ઘટનાનું રૂપ આપવાની કોશિશ કરી હતી. રાજશેખર અને અશ્વિનીના લગ્નને લગભગ ૧૦ વર્ષ થઈ ચૂક્યા હતા.
બંનેને છ વર્ષના જોડિયા સંતાનો પણ છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારમાં પતિ-પત્ની વચ્ચે હંમેશા વિવાદ થાય છે. લગભગ સાત મહિના પહેલા રાજશેખરે વિજયપુરાના એકતાનગર વિસ્તારમાં એક ઘર બનાવ્યું હતું. ઘરમાં પેન્ટીંગનું કામ કરવા માટે આનંદ કલ્લૂરને બોલાવ્યો હતો.
આનંદની ઉંમર ૨૫ વર્ષ છે. પોલીસનું કહેવું છે કે કામના અર્થે ઘરમાં આવતી-જતી વખતે આનંદને રાજશેખરની પત્ની અશ્વિની સાથે ઓળખાણ થઈ. ધીમે ધીમે બંને વચ્ચે દોસ્તી થઈ અને પછી પ્રેમમાં પડ્યા. બાદમાં અશ્વિની પોતાના પતિથી છુટકારો મેળવવા માગતી હતી. તેણે પતિને રસ્તામાંથી હટાવવાની વાત આનંદ સામે કરી. આરોપ છે કે ત્યાર બાદ બંનેએ મળીને રાજશેખરની હત્યાનો પ્લાન કર્યો અને રોડ દુર્ઘટનામાં ખપાવવાનું કાવતરું રચી નાખ્યું.
૪ ઓક્ટોબરની સવાર રાજશેખર રોજની માફક મોર્નિગ વોક પર નીકળ્યો હતો. સવારે લગભગ ૫.૩૦ કલાકે તે જુમિનાલ રોડ તરફ જઈ રહ્યો હતો. આરોપ છે કે અશ્વિનીએ આનંદને રાજશેખરની લોકેશનની જાણકારી આપી હતી. ત્યાર બાદ આનંદ બાઈક લઈને પાછળ ગયો અને પોતાના સાથીઓને લોકેશન આપી દીધી.
પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાર બાદ નંબર પ્લેટ વિનાની કાળી સ્કોર્પિયોથી રાજશેખરને પાછળથી ટક્કર મારી. લ્શ્સ્એ તેને કચડી નાખ્યો, જેના કારણે તેનું મોત થઈ ગયું. ત્યાર બાદ વાહનમાં બેઠેલા લોકો ભાગી ગયા. રાજશેખરના મોત બાદ શરુઆતમાં મામલો હિટ એન્ડ રન માનવામાં આવ્યો. અશ્વિનીએ ફરિયાદ નોંધાવી કે સવારે ફરવા ગયેલા તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહને તેમના પતિને ટક્કર મારી દીધી. પછી તપાસમાં એક એવી કડી મળી, જેણે આખી કહાની ફેરવી નાખી.
પોલીસે ઘટનાસ્થળની આજુબાજુમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ખંગાળ્યા. તપાસ દરમ્યાન એક કાળી સ્કોર્પિયો અને એક બાઈક દેખાઈ. સ્કોર્પિયોની નંબર પ્લેટ નહોતી. પોલીસે બાઈક સવાર સાથે પૂછપરછ કરી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમ્યાન મળેલી જાણકારી અને આગળની તપાસથી મામલામાં કડીઓ જોડાતી ગઈ. પોલીસને શંકા ગઈ કે રાજશેખરના મોત પાછળ પહેલાથી બનાવેલી પ્લાનિગ હોઈ શકે છે. તપાસ આગળ વધી તો અશ્વિની અને આનંદ સહિત અન્ય લોકોની ભૂમિકા સામે આવી. પોલીસે અશ્વિની, આનંદ કલ્લૂર, ૨૪ વર્ષીય સચિન અને એક સગીરને પકડી લીધા.
આ મામલામાં એક તરફ દસ વર્ષના લગ્ન અને બે નાના બાળકોનો પરિવાર છે. વળી બીજી તરફ પતિના મોતથી કથિત રીતે રોડ દુર્ઘટના દેખાડવાનો આરોપ. પોલીસનું કહેવું છે કે પતિ-પત્ની વચ્ચે વિવાદ હતો. હાલમાં પોલીસ એ જાણવામાં લાગેલી છે કે કાવતરું ક્યારે રચાયું, કયા આરોપીએ શું ભૂમિકા નિભાવી અને ઘટનાને દુર્ઘટના દેખાડવાની કોશિશ કેવી રીતે કરી. રાજશેખરના મોતને શરુઆતમાં એક રોડ અકસ્માત માનવામાં આવ્યો હતો. પણ સીસીટીવી ફુટેજ, પૂછપરછ અને તપાસ બાદ પોલીસે કથિત કાવતરાને હત્યાનો મામલો માન્યો. ચાર લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને તપાસ ચાલી રહી છે
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
