<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

અકિલા બેસ્ટ ઓફ બેસ્ટ : ખેલૈયા ઓ રંગે, સંગે રમ્યાઃ ઇનામનો વરસાદ

રાજકોટઃ  અકિલા બેસ્‍ટ ઓફ બેસ્‍ટ રાસોત્‍સવે દશેરાની રાત્રે કાઠીયાવાડ જીમખાના મેદાનમાં જમાવટ કરી હતી. ખેલૈયાઓ મોડી રાત સુધી મન મુકીને રમેલા. વિજેતાઓ માટે ઇનામોનો વરસાદ થયો હતો. મહાનુભાવો અને ખેલૈયાઓએ આયોજક ટીમ અશોક બગથરિયા (પ્રેસ ફોટોગ્રાફર)ની પ્રશંસા કરી હતી, દર્શિકા સોનીએ સુમધુર શૈલીમાં સંચાલન કરેલ ધ્રુવ વસર સાગઠિયા, શ્રધ્‍ધા માર, તુષાર ચુડાસમા વગેરેએ કંઠના કામણ પાથર્યા હતા.  આ પ્રસંગે ડી.સી.પી. હેતલબેન પટેલ માધવ દવે, પૂર્વ પ્રમુખ નીતિન ભારદ્વાજ કમલેશ મિરાણી, કોર્પોરેટર ઘનશ્‍યામ હેરભા, ભાજપના મહામંત્રી લલિત વાડોલિયા અને યોગેન્‍દ્રસિંહ જાડેજા, અગ્રણી રાજભા જાડેજા, ડો. એમ.વી. વેકરિયા, ડો. અમિત હપાણી, પૂર્વ કોર્પોરેટર વિજય વાંક, ભાજપના પૂર્વ કાર્યાલય મંત્રી હરીશ જોષી, બોલબાલા ટ્રસ્‍ટના જયેશ ઉપાધ્‍યાય, હર્ષ રાઠોડ, વૈભવીબેન રાઠોડ, સુરૂભા જાડેજા, બાલાભાઇ પટેલ, નિલેષ ચાવડિયા, મહેશ ચાવડિયા, વિજયરાજસિંહ જાડેજા, મેહુલ બોરીયા, વિક્રમ વાંક મનસુખ પટેલ, તીર્થરાજસિંહ ગોહિલ હસુભાઇ પરસાણા, સતીષભાઇ માવદીયા, ખીમજીભાઇ માવદીયા વગેરેએ રાસોત્‍સવ માણેલ હતા. મહાનુભાવોના હસ્‍તે ઇનામ વિતરણ કરાયું હતું.  અકિલા પરિવારના ડો. અનિલ દશાણી, શૈલેષ દવે, મિતેષ આહીર, વિજય કમાણી, ધવલ કારિયા તેમજ પ્રિન્‍ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓએ ઉપસ્‍થિત રહીને આયોજક ટીમને અભિનંદન આપ્‍યા હતા.  રાસોત્‍સવમાં સીનીયર ગર્લ્‍સ કરીશ્‍મા, રાજવી માવાણી, ગ્રેસી પાનસુરીયા, ખુશ્‍બુ આહુજા તથા સીનીયર બોયસ વીરાજ રાજપરા, તરૂણ પતરીયા, વિનીત ઠાકોર વિજેતા થયા હતા.  વેલકમ ડ્રેસમાં ખુશાલી પાનખરીયા અને નરેન્‍દ્રભાઇને ઇનામ મળેલ.  જુનીયર બોયસમાં આદી રાણપરા, ફેનીલ ડોબરીયા, તીર્થ આસોદરીયા, જુનીયર ગર્લ્‍સમાં યશ્વી પારેખ, યશ્વી ગૌસ્‍વામી, ખુશ્‍બુ આહુજા વિજયી બનેલ.  વેલડ્રેસમાં ભવ્‍ય સોલંકી અને જેની વાજાને ઇનામ મળ્‍યું હતું.  ખુશીબા આયુશી પવાર, ધારા પરમાર, પાર્થ ગોંડલીયા, અભીજીત વાઘેલા, ભવ્‍ય ગોંડલીયા, દીપાબા જાડેજા, દેવ પંડયા્‌ વગેરેને પ્રોત્‍સાહન ઇનામ આપવામાં આવ્‍યા હતા.  લાઇવ પ્રસારણ : અકિલા ડોટ કોમ ના ફેસબુક પર તથા ડેન આર.સી.સી. કેબલ નેટવર્ક-રાજકોટ ઉપરથી થશે.  બેસ્‍ટ ઓફ બેસ્‍ટ અકિલા રાસોત્‍સવ સફળ બનાવવા માટે પ્રેસ ફોટોગ્રાફર એશો.ના પ્રમુખ અશોક બગથરિયા તેમજ  ધમેન્‍દ્રસિંહ ઝાલા (પિન્‍ટુભાઈ), પ્રમુખ સહકાર ગ્રૃપ, પ્રમુખ હિન્‍દુસેના,  નરેશભાઈ બાંભવા- યુવા ઉદ્યોગપતિ-રાજકોટ,  અશોકભાઈ પટેલ (મોટા મોવા) -કાઠીયાવાડી જલસા,  વિધ્‍યરાજસીંહ આર. જાડેજા(વાવડી) - શુભમ એન્‍ટરપ્રાઇઝ, ભુપતભાઈ બસીયા- - ભાજપ અગ્રણી વોર્ડ નં. ૧ર, જગદીશભાઇ પટેલ - શિવ શકિત ડેરી ફાર્મ મવડી મેઇન રોડ-રાજકોટ, ભગત નિલેશભાઇ ચાવડીયા- ભાજપ અગ્રણી, સુખદેવસિંહ ઝાલા-બલદેવ ગ્રૃપ મવડી, મીલનભાઈ કોઠારી-ચેરમેન સાંસ્‍કૃતિક સેલ, ભાજપ-રાજકોટ, જયેશભાઈ સોરઠીયા- શૈલેશ ગ્રુપ-મવડી, રાજકોટ, દિનેશભાઈ આર. ચાવડા- બિલ્‍ડર્સ (મુછડી), આશિષભાઇ વાગડીયા- માજી કોર્પોરેટર, પીયુષ માટીયા- બીલ્‍ડર, જયભાઈ ખારા-જૈન યુવા અગ્રણી, જીતુભાઈ રાઠોડ- હર્ષ કન્‍ટ્રકશન, પારસભાઈ સંધાણી- શેર પોઇન્‍ટ એમ પાવર, સુરૂભા જાડેજા (રાવકી)- જય ઓટો એડવાઇઝર્સ (આર.ટી.ઓ.) મવડી મેઇન રોડ, જય બોરીચા- રાજકોટ શહેર મંત્રી યુવા ભાજપ, કિશનભાઇ સખીયા - યુવા એડવોકેટ, બાલાભાઇ વાજા- કલાસીક એન્‍ટરપ્રાઇઝ, સંદીપ બગથરીયા- રાઘે એન્‍ટરપ્રાઇઝ, યોગેશ બગથરીયા- યુવા અગ્રણી બીલ્‍ડર, પ્રશાંત ગોંડલીયા- યુવા અગ્રણી, નિરવ વાઘેલા- રામનાથ જવેલર્સ, સંદીપ બગથરીયા - અકિલા પ્રેસ ફોટોગ્રાફર, વગેરેએ જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર : અભીજીત બગથરીયા, દિપક ચાવડા)

(2:09 PM IST)