તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
નવરાત્રી દરમ્યાન પૂ. રણછોડદાસજી બાપુ આશ્રમે મિનિ કુંભમેળા જેવો માહોલઃ સમગ્ર દેશમાંથી સાધુ-સંતોની હાજરી
સદગુરૂ સદન ટ્રસ્ટ રાજકોટ ખાતે રામ પારાયણ નિમિતે ધુન-ભજન-કિર્તનની રમઝટ : -છેલ્લા ૧પ વર્ષોથી ચારેય નવરાત્રી દરમ્યાન પૂ. ગુરૂદેવના આશ્રમ દ્વારા અનન્ય સેવાયજ્ઞ : પવિત્ર-ધાર્મિક માહોલમાં ભાવિકો ભાવવિભોર - રાજુભાઇ પોબારૂ, ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, નરેન્દ્રભાઇ નથવાણી, છબીલભાઇ પોબારૂ દ્વારા અલૌકીક ભંડારામાં સરાહનીય

પૂ.રણછોડદાસજીબાપુ આશ્રમ કુવાડવા રોડ, રાજકોટ ખાતે નવરાત્રી દરમ્યાન સમગ્ર દેશમાંથી રામપારાયણ માટે પધારેલા ૭૦૦ જેટલા સાધુ સંતોને ભંડારા દરમ્યાન ભાવપુર્વક પ્રસાદ પીરસતા દાતાઓ શ્રી રાજુભાઇ પોબારૂ, ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, શ્રી નરેન્દ્રભાઇ નથવાણી, શ્રી છબીલભાઇ પોબારૂ, શ્રીમતી નિકિતાબેન નથવાણી, શ્રી જેનીલભાઇ નથવાણી, શ્રીમતી આસ્થાબેન નથવાણી સહિતના મહાનુભાવો તસ્વીરમાં નજરે પડે છે. ઉપસ્થિત મહાનુભાવોએ ભાવપુર્વક શ્રી રામ ભગવાન, પૂ. સંત શ્રી જલારામબાપા, પૂ. રણછોડદાસજી મહારાજ (પૂ. ગુરૂદેવ)ના સ્મરણ સાથે આરતી કરી હતી. જે દ્રશ્યમાન થાય છે. ઉપસ્થિત સાતસો જેટલા સાધુ-સંતોએ સંતોષના ઓડકાર સાથે અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા.
રાજકોટ, તા., રર : રાજકોટ સહિત સમગ્ર વિશ્વમાં સેવાકીય ક્ષેત્રે અજોડ નામના ધરાવનાર અને ‘માનવ સેવા એ જ પ્રભુસેવા' સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરનાર શ્રી સદ્્ગુરૂ સદન ટ્રસ્ટ, કુવાડવા રોડ, રાજકોટ (પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ) દ્વારા નવરાત્રી દરમ્યાન પવિત્ર - ધાર્મિક માહોલમાં ભકિત-ભોજન-શ્રધ્ધા-આસ્થાનો અનેરો સંગમ રચાયો હતો. શ્રધ્ધાના ઘોડાપુર સાથે પૂ. ગુરૂદેવના આશ્રમે હજજારો ભાવિકો રીતસર ભાવવિભોર બની ગયા હતાં.
અયોધ્યા, બનારસ, ચિત્રકુટ સહિત સમગ્ર દેશમાંથી અંદાજે ૬૦૦ થી ૭૦૦ જેટલા સાધુ-સંતો વર્ષની ચારેય નવરાત્રી દરમ્યાન રામપારાયણ માટે પૂ. રણછોડદાસજી મહારાજના આશ્રમે પધારે છે. તેઓને નવ દિવસો સુધી રહેવા - જમવાની તથા ચા-પાણી-નાસ્તાની તમામ સુવિધાઓ શ્રી સદ્્ગુરૂ સદન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. સાથે સાથે નવરાત્રીના અંતે વિદાય સમયે યથાયોગ્ય દક્ષિણા પણ આપવામાં આવે છે.
દરરોજ દાતાશ્રીઓ તરફથી પણ ભંડારો યોજવામાં આવે છે. ધૂન-ભજન-કિર્તનની રમઝટ સાથે મિનિ કુંભ મેળા જેવો માહોલ જોવા મળે છે. એક સાથે મોટી સંખ્યામાં સાધુ-સંતોના દર્શન કરવાનો અદ્્ભૂત લ્હાવો હજારો ભાવિકોએ તથા દાતાઓ-ટ્રસ્ટીઓએ લીધો હતો.
છેલ્લા ૧પ વર્ષોથી સેંકડો સાધુ-સંતો રામપારાયણ માટે નિયમિત રીતે પૂ. રણછોડદાસજીબાપુના આશ્રમે આવતા હોવાનું જાણવા મળે છે.
આ અનન્ય સેવાયજ્ઞમાં દાતા તરીકે જોડાવાનું સરાહનીય કાર્ય દાતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. દાતાઓ તરીકે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ અને ‘પ્રભુ ગ્રુપ' ના ચેરમેન શ્રી રાજુભાઇ પોબારૂ, આરસીસી બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, રઘુવંશી અગ્રણી ઉદ્યોગપતિ શ્રી નરેન્દ્રભાઇ નથવાણી, ટોચના બિલ્ડર શ્રી છબીલભાઇ પોબારૂ, રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી શ્રીમતિ નિકિતાબેન નથવાણી, શ્રી જેનિલભાઇ નથવાણી, શ્રીમતિ આસ્થાબેન નથવાણીએ બે દિવસ માટે નવરાત્રી દરમ્યાન અનન્ય સેવા આપી હતી. ભંડારા દરમ્યાન તમામ સાધુ-સંતોને પ્રસાદ પીરસીને ભાવપૂર્વક જમાડયા હતાં. તમામ સાધુ-સંતોએ સંતોષના ઓડકાર સાથે દાતાઓને આશીર્વાદ પાઠવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અદ્્ભુત-અસામાન્ય સેવાકાર્ય-રામપારાયણ દરમ્યાન વર્ષમાં ચારેય નવરાત્રી દરમ્યાન નવે-નવ દિવસના ભંડારાના દાતાઓનું બુકીંગ અગાઉથી જ થઇ જતું હોય છે. ઉપરોકત દાતાઓ ચારેય નવરાત્રી દરમ્યાન પોતાની અવિરત સેવા પ્રદાન કરી રહ્યા છે.
(3:33 PM IST)










